Entertainment News: સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળવાના સમાચાર સામે આવ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને શાહરૂખના ચાહકો ચોંકી ગયા છે. મળતી માહિતી મુજબ કોલ કરનાર આરોપીનું નામ ફૈઝાન ખાન હોવાનું કહેવાય છે. શાહરૂખને ધમકી આપ્યા બાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાનું કહેવાય છે.
જો કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. શાહરૂખને ધમકી આપવાના આરોપી ફૈઝાને કહ્યું કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો.
ધમકી આપતા આરોપીએ આ વાત કહી
મળતી માહિતી મુજબ, શાહરૂખને ધમકીના મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોલ ટ્રેસ કર્યો અને જાણવા મળ્યું કે કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. પોલીસે રાયપુર પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે ફૈઝાન ખાનની રાયપુરમાં પૂછપરછ કરી હતી. જ્યાં ફૈઝાને જણાવ્યું કે તેનો ફોન 5 દિવસ પહેલા ચોરાઈ ગયો હતો.
શાહરૂખને શું કહ્યું ધમકીમાં?
પ્રાપ્ત માહિતી અનુસાર, બાંદ્રા પોલીસને 5 નવેમ્બરે બપોરે 1:21 વાગ્યે શાહરૂખ ખાનના નામે ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, ‘શાહરુખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડનો માલિક છે… જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ.’ જ્યારે પોલીસે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછ્યું ત્યારે તેને જવાબ મળ્યો, ‘મારું નામ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી… જો તમારે લખવું જ હોય તો મારું નામ હિન્દુસ્તાનીમાં લખો.’
આ પણ વાંચો:શાહરૂખ ખાનને થઇ આંખની સમસ્યા,સારવાર માટે જશે અમેરિકા!
આ પણ વાંચો:શાંઘાઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનનું પ્રભુત્વ, ‘ડંકી’ મચાવશે ધૂમ
આ પણ વાંચો:શાહરૂખ ખાનના પર્ફ્યુમની સુગંધ છે એકદમ ખાસ, પણ આખરે કેવી રીતે? જાણો વિગતે