mysterious/ આંધ્રપ્રદેશમાં રહસ્યમય બીમારીમાં ઝેરી તત્વોનો આવો ખોરાક ખાવાથી શરીરમાં થયો પ્રવેશ

વિશ્વ સહિત સમગ્ર ભારત દેશ કોરોનાની બીમારીનો સામનો કરી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના એલુરુમાં એક રહસ્યમય બીમારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ બીમારીએ ત્રણ દર્દીનો ભોગ લીધા છે,

Top Stories India
aeluru

વિશ્વ સહિત સમગ્ર ભારત દેશ કોરોનાની બીમારીનો સામનો કરી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશના એલુરુમાં એક રહસ્યમય બીમારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ બીમારીએ ત્રણ દર્દીનો ભોગ લીધા છે, જયારે 600 લાકો તેની ઝપટમાં આવી ગયા છે. હાલના લેબોરેટરી ડેટા પોઈન્ટ અનુસાર શાકભાજી અને માછલીઓ આ બીમારી ફેલાઈ હોવાની આશંકા છે. આ રહસ્યમય બીમારીએ સૌને ધંધે લગાડી દીધા છે.એક તરફથી તબીબી વિજ્ઞાન જણાવી રહ્યું છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે પુરતો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ તેની વચ્ચે આ ખોરાક લેવાના કારણે જ બીમાર પડતા હોય એવું જાણવા મળે ત્યારે કેવું વિચિત્ર ગણી શકાય.

firing / અમદાવાદ બાદ હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાઇરીંગ, વિડિયો વાયરલ થતા…

સામાન્ય રીતે આપણે માર્કેટમાં મળતા શાકભાજી તેમજ ખાદ્ય પદાર્થો સારી ગુણવત્તાના હોય તેવા લેવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. તેમ છતાં લેબોરેટરી ડેટા પોઈન્ટસ અનુસાર શાકભાજી અને માછલીઓમાં જ આ બીમારીથી ગ્રસ્ત દર્દીઓના સેમ્પલમાં ઝેરીલા તત્વોનો સોર્સ હોવાની શંકા છે. લેબોરેટરી રિપોર્ટના વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ અનુસાર જલ અને વાયુ પ્રદૂષણના રાજય સરકાર તરફથી જાહેર આંકડાથી એ સ્પષ્ટ થાય છે કે પાણી અને હવામાં ભારે તત્વોની હાજરી નહોતી. બોટલ બંધ પાણીનો ઉપયોગ કરનારા ગામના લોકો પણ ઝપટમાં આવી ગયા હતા.

bengal / શું બંગાળમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન ? રાજ્યપાલ ધનખડેએ મમતા બે…

આ અંગે પ્રાપ્ત થયેલા અધિકૃત ડેટા મુજબ કેટલાક બ્લડ સેમ્પલમાં નિકલ અને સીસુ જેવા ભારે તત્વોની હાજરીની પુષ્ટિ કરે છે. જો આ સ્થિતિમાં નિકલ, સીસુ કે અન્ય ભારે તત્વોનો સોર્સ પાણી કે હવા નથી તો દુષિત તત્વો દર્દીની ધમનીમાં ખોરાકથી પહોંચ્યા હશે. તેમ સંશોધકોનું માનવું છે કે શાકભાજી અને માછલીઓમાં ભારે તત્વ અને કિટનાશક બાયો કલ્મીનેશનની પ્રક્રિયાથી આવે છે. રિસર્ચ સ્ટડીમાં ફળનો અને શાકભાજીમાં ભારે તત્વો અને કિટકોની હાજરીનો ખુલાસો પણ થયો છે.આ કિસ્સામાં હાલ 3 વ્યક્તિના મોત થયા છે. જો કે પ્રશાસને આ મોતનું કારણ રહસ્યમય બીમારી ન હોવાનું જણાવ્યું છે. એમ કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં એક ટીબીથી અને બીજો કોરોનાથી ગ્રસ્ત હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…