Not Set/ નડિયાદ : દત્તક બાળકને આ કારણે મહિલાએ તરછોડ્યુ

નડિયાદમાં નવજાત બાળકને અનાથ શ્રમમાં તરછોડી દેવાની ઘટનામાં સામે આવ્યો આ મોટો ખોલસો….

Top Stories Gujarat Others
નડિયાદ

રાજ્યમાં એક પછી એક બાળકો ત્યજી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં ગઇકાલે નડિયાદમાંથી પણ બાળક ત્યજી દેવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા એક મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી.  પોલીસની તપાસ દરમિયાન સમગ્ર હકીકત બહાર આવી છે. પોલીસની તપાસમાં ગણતરીના કલાકોમાં જ પોલીસને આ મામલે ખૂબ મહત્વની કડી મળી હતી.

આ પણ વાંચો :શિવાંશ માટે આવ્યા મોટા સમાચાર, પિતાએ બાળકનો દાવો જતો કરતા આ એજન્સી દત્તક માટે કરશે કાર્યવાહી

જો કે, આ મામલે ખેડા પોલીસ તપાસ હાથ ધરતા ખેડા જિલ્લા પોલીસને મહત્વની કડી મળી હતી. ખેડા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 2 પુરૂષ અને 1 મહિલા આરોપી મોડી રાત્રે કારમાં આવી બાળકને અનાથ આશ્રમના પારણામાં મૂકી ફરાર થઈ ગયા હતા. જેના આધારે ખેડા પોલીસે બોડેલીના 2 પુરુષ અને વડોદરાની 1 મહિલા અટકાયત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે વડોદરાની મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળક વચ્ચે શું સબંધ છે અને આ મામલે મહિલાની શું ભૂમિકા રહી તે દિશા પોલીસ પૂછપરછ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન મહિલાએ મોટો ખુલાસો કરતા સમગ્ર હકિકત જણાવી હતી. જો કે, પોલીસ પૂછપરછમાં મૂળ વડોદરાની મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે બાળકને દત્તક લીધું હતું. પરંતુ તેને હૃદયની બીમારી હતી. જેના કારણે મહિલાએ અન્ય બે સાથીઓ સાથે મળીને બાળકને અનાથ આશ્રમની બહાર મુકી દીધું હતું. જો કે, આ પહેલા તેણે બાળકને વડોદરાની હોસ્પિટલમાં દાખલ પણ કર્યું હતું. આ મામલે પોલીસ વધુ બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :સુરતમાં સગા બાપે 8 કલાકમાં કિશોરી પર બે વખત આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

મહત્વનું છે કે રાજ્યમાં બાળક તરછોડવાની કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ અમદાવાદમાં 5 નવેમ્બરે એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી, તે પહેલા પણ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે, તે બાળક ત્યજી દેવાની ઘટના પરથી જોઈ શકાય છે અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે નડિયાદમાં તરછોડાયેલા બાળક મામલે કેવા ખુલાસા સામે આવે છે તે જોવાનું રહ્યું ?

આ પણ વાંચો :2002ના કોમી રમખાણના ષડયંત્રની તપાસ SIT કરી ન હતી, કેસથી લોકોને બચાવ્યા : જાકિયા જાફરી

આ પણ વાંચો :ઢસા ગામે નિર્માણ પામ્યું અનોખું મોક્ષધામ, જ્યાં મળે છે આવી સુવિધાઓ…

આ પણ વાંચો :5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લો નથી મુકાયો, જાણો કેમ ?