નડિયાદ
નડિયાદના ઈન્દિરા રોડ વિસ્તારના શિવમ એપાર્ટમેન્ટમાં હત્યા અને આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિએ પત્નીની અને દિકરીને ચપ્પાના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ત્યાર બાદ પતિએ પોતાના ગળાના ભાગે ચપ્પાના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યા છે. પતિ, પત્ની અને દિકરીને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ નડિયાદના ઇન્દિરા રોડ ઉપર આવેલા શિવમ એપાર્ટમેન્ટ ફ્લેટ G3માં આજ બુધવારના બપોરના એક હિચકારી ઘટના બની છે. રાજસ્થાનના પવનકુમાર નામના શખ્સે પરિવાર સાથે રહેતો હતો.
જોકે, આજે સવારમાં કોઇ કારણોસર પોતાની પત્નીના ગળાના ભાગે છરીનો ઘા માર્યો હતો. સાથે સાથે પુત્રીને પણ છરી ગોપી હતી. ત્યારબાદ પોતાની જાતે ગળાના ભાગે છરીનો ઘા માર્યો હતો. આમ ત્રણે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં પતિ અને પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પવનકુમારને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મહિલાને વધુ સારવાર અર્થે કરમસદ મેડિકલ લઇ જવામાં આવી હતી.
જ્યારે મહિલાની હાલત ગંભીર જણાતા તેને કરમસદ મેડિકલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.