Banaskantha News/ પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળકનું અપહરણ બાદ કરી હત્યા

પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળક મહોમદ શેરશીયાનો ગામની સીમમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Gujarat Others
YouTube Thumbnail 2024 07 17T174230.343 પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળકનું અપહરણ બાદ કરી હત્યા

Banaskantha News: પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના બાળક મહોમદ શેરશીયાનો ગામની સીમમાં મૃતદેહ મળી આવ્યો હતો.બાળકના અપહરણ બાદ ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી મૃતદેહને ગામની સીમમાં ફેંકી દેવાયો હતો જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.જોકે માસૂમ બાળકની હત્યાને લઇ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને હત્યારાની શોધખોળ હાથ ધરતા ગામના ફારુક દાઉમાં નામના એક શકમંદને ઝડપી પાડ્યો હતો.અને તેમની પૂછ પરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપીએ બાળકનો અપરણ કરી તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.. પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસીયા નામના બાળકનું ગામના ફારુક જમાલ દાવમાં નામના શખ્સે અપરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યા એ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા.ત્યારે બાળકે વિરોધ કરતા અને આ 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો.

ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસુમ બાળક ની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળક ના હત્યારા ની શોધ ખોળ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસુમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે સૌ પ્રથમ ટોકરીયા ગામના અંદર અલગ અલગ ઈસમો ની પૂછપરછ હાથ ધરી હતી.જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડોડામાં શહીદ થયેલા કેપ્ટન અને સૈનિકોના નામ થયા જાહેર

આ પણ વાંચો:અખાડા પરિષદમાંથી 13 સંતોની હકાલપટ્ટી, ગુપ્ત તપાસ બાદ કડક પગલાં લેવાયા

આ પણ વાંચો:બાળકોને લાગી રહી છે ડ્રગ્સ કરતાં પણ ખરાબ લત,ક્યાંક તમારું બાળક પણ નથી બની રહ્યુંને આનો શિકાર?