અખિલ ઠાકોર એકતા સમિતિનાં પ્રમુખ નવઘણજી ઠાકોર દ્વારા કથિત રીતે દીકરીઓને લઈને એક અત્યંત વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. નવઘણજીની આ વિવાદિત ફેસબુક પોસ્ટને લઈને વિવાદનો વંટોળ સર્જાયો છે. અને જેના IDમાંથી આ પોસ્ટ ભારે વાયરલ થઇ જતા વિવાદ વકર્યો છે.
આપને જણાવી દદઇએ કે નવઘણજીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આપણા ઠાકોર સમાજની દિકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રીવાજ અમલી કરો, દીકરી દૂધ પીતી બસ……’ નવઘણજી ઠાકોરની આ વિવાદિત ફેસબુક પોસ્ટને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે આ પોસ્ટને લઇને ભારે વિવાદ પણ થયો છે. વિવાદ વધાતા અને ખુલ્લે આમ દીકરીને દૂધ પીતી કરવાની પેરવી કરતા નવઘણજીની મુશ્કેલીઓમાં વધારો થશે તેવો અંદાજ આવી જતા નવઘણજીએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.
નવઘણજીની મુશ્કેલીમાં વધારા પર વધારો ત્યારે આંકવામા આવ્યો જ્યારે આ વિવાદીત પોસ્ટ પર મહિલા આયોગ સક્રિય થયું. રાજ્ય મહિલા આયોગના પ્રમુખ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું છે કે, મહિલા આયોગ આ વિવાદાસ્પદ નિવેદન બદલ નવઘણજીને નોટિસ ફટકારશે અને રૂબરૂ બોલાવી જવાબ પણ માંગશે.
આપને જણાવી દઇએ કે બે દિવસ પૂર્વે ગુજરાતનાં જેગોલ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં આપવા સહિતના નવ મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા. તોમા પ્રેમલગ્ન ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ છોકરો-છોકરી પ્રેમલગ્ન કરે તો તેનાં માતાપિતાને દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઠાકોર સમાજ દ્વારા કરવામા આવેલા આ ઠરાવને સ્થાનિક લોકો ‘બંધારણ’ તરીકે ઓળખાવી રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.