સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક સમાચારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસાના વૈજ્ઞાનિકોએ અવકાશમાં કેટલાક અવાજો સાંભળ્યા છે જે એલિયન્સના હોઈ શકે છે. પરંતુ આ દાવાની વાસ્તવિકતા શું તે અમે અહીં આપને જણાવી રહ્યા છીએ. ખરેખર, યુ.એસ. સ્પેસ એજન્સી નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરનારા ખગોળશાસ્ત્રીઓને એલિયન નો અવાજ નહિ પરંતુ પાંચ સંક્ષિપ્ત, શક્તિશાળી રેડિયો સંકેતો વિશે જાણવા મળ્યું છે. આ સંકેતો પાંચ દૂરની આકાશગંગા ના સર્પાકાર આર્મ થી આવી રહ્યા છે.
એફઆરબી વિશે જાણવું મુશ્કેલ
આ રેડિયો સંકેતોને ફાસ્ટ રેડિયો બ્રસ્ટ (એફઆરબી) કહેવામાં આવે છે. આ અસાધારણ ઘટનાઓ એક સેકન્ડના હજારમાં ભાગમાં એટલી જ ઉર્જા ઉત્પન્ન કરે છે જેટલી ઉર્જા સૂર્ય એક વર્ષમાં ઉત્પન્ન કરે છે. જો કે આ રેડિયો પ્લસ બહુજ ક્ષણીક હોય છેજે ખૂબ ટૂંકા ગાળામાં અદૃશ્ય થઈ જાય છે, માટે જ સંશોધનકારો માટે તે ક્યાંથી આવ્યા તે શોધવું ખુજ મુશ્કેલ બને છે. કઈ વસ્તુઓ તેમને ઉત્પન્ન કરે છે તે નિર્ધારિત કરવું પણ ખૂબ મુશ્કેલ છે.
એક આકાશગંગાની સ્પારીલ આર્મ યુવા, વિશાલ તારાઓનું વિતરણ શોધી કાઢે છે. જો કે, હબલ છબીઓ દર્શાવે છે કે સ્પારીલ આર્મ નજીક મળી આવેલા FRB ખૂબ તેજસ્વી પ્રદેશોમાંથી નથી, જે ભારે તારાઓના પ્રકાશથી ઝગમગતી હોય છે.
ચુંબકીય વિસ્ફોટોથી યુવા એફઆરબી ઉત્પન્ન થઈ શકે છે
ખગોળશાસ્ત્રીઓની ટીમના હબલ પરિણામો, એ અગ્રણી મોડેલ સાથે સુસંગત છે કે જે જણાવે છે કે એફઆરવી યુવા ચુંબક વિસ્ફોટોથી ઉત્પન્ન થઈ શકે છે. ચુંબક એ ન્યુટ્રોન સ્ટારનો એક પ્રકાર છે, જેમાં શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર છે. તેમને બ્રહ્માંડના સૌથી મજબૂત ચુંબક કહેવામાં આવે છે, જેમાં એક ચુંબકીય ક્ષેત્ર હોય છે જે રેફ્રિજરેટર ડોર મેગ્નેટ કરતા 10 ટ્રિલિયન ગણા વધારે શક્તિશાળી હોય છે. ખગોળશાસ્ત્રીઓએ ગયા વર્ષે આપણી આકાશગંગામાં નિરીક્ષણ કરેલ એફઆરબીના નિરીક્ષણને એવા ક્ષેત્ર સાથે જોડ્યું છે જ્યાં જાણીતા ચુંબક રહે છે.