અમેરિકાની નાસાની એજન્સીને અભૂતપૂર્વ સફળતા મળી છે. ઇનસાઇટ ઉપગ્રહ મંગળની ધરતી પર પહોચી ગયું છે.
સાત મહિનાના પ્રવાસ બાદ નાસાનું માર્સ ઇનસાઈટ સોમવારે મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક ઉતરાણ કરી ચુક્યું છે.
ભારતના સમય અનુસાર માંશ્ય રાત્રિ એટલે કે ૧:૩૦ વાગ્યે ઇનસાઇટ મંગળ ગ્રહ પર ઉતર્યા બાદ તેણે નાસાના કંટ્રોલ રૂમમાં સિગ્નલ મોકલ્યું હતું કે તે સુરક્ષિત અને જીવિત છે.
માત્ર ઉપગ્રહ જ નહી પરંતુ પૃથ્વી પરથી બીજી પણ એવી વસ્તુઓ છે કે મંગળ ગ્રહ પર પહોચી ગઈ છે અને એ છે ધરતીવાસીઓના ૨૪ લાખ નામ.
૨૪ લાખ નામ માંથી ૧.૩૮ લાખ નામ ભારતીયોના છે.
જો કે નાસા દ્વારા રાજ્ય મુજબ આંકડા જાહેર નથી કરાયા. ઇનસાઈટ મિશન અંતર્ગત નાસાને જે નામ મળ્યા હતા તે સીલીકોનની માઈક્રો-ચીપ પર ફીટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ચીપને ઇનસાઇટ ઉપગ્રહની મદદથી મંગળ ગ્રહ પર મોકલવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે લોકોમાં ઉત્સાહ વધારવા માટે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
૨૪ લાખ પૃથ્વીવાસીઓના નામ હંમેશા માટે મંગળ ગ્રહ પર રહેશે.
નાસા દ્વારા આ પ્રયોગ માટે વર્ષ ૨૦૧૫માં લોકોના નામ માટે આવેદન માંગ્યું હતું. ત્યારે જે લોકોએ નામ મોકલ્યા હતા તે લોકોના નામથી બોર્ડીગ પાસ પણ આપવામાં આવ્યો હતો.
ઇનસાઇટ ઉપગ્રહ મંગળ ગ્રહ પર જેવો પહોચ્યો તે દરમ્યાન નાસાએ આ લોકોને મેઈલ કર્યો હતો જેમાં સંદેશો હતો કે સંબંધિત નામ આ મિશન દ્વારા મંગળ ગ્રહની ધરતી પર મોકલી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે ઇનસાઈટ પ્રથમ વખત મંગળ ગ્રહની જમીનનું ખોદાણ કરીને અભ્યાસ કરશે અને ભૂકંપની ગતિવિધિનું પણ અવલોકન કરશે. ઇનસાઈટ ઉપગ્રહએ આ વર્ષના ૫ મે ના રોજ ઉડાન ભરી હતી.
૬૨૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવતા આ ઉપગ્રહએ ૩૦૧,૨૨૩,૯૮૧ માઈલનું અંતર કાપ્યું છે.
મંગળ ગ્રહ પર ઉતરવાની પ્રોસેસ સાત મિનીટ સુધી ચાલી હતી. ભારતના સમય પ્રમાણે સોમવારે રાત્રે ૧: ૨૪ વાગ્યે તે મંગળ પર ઉતર્યું હતું.