Not Set/ આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા કેરળમાં આવેલા પૂરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ કરી હતી આટલા રૂ.ની મદદ

નવી દિલ્હી, દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૪૦૦ લોકોના મોત નીપજી ચુક્યા છે, તો લાખો લોકો બેઘર થયા છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વાર ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ રૂપિયાનું નુકશાન થઇ હોવાનું આંકલન કરવામાં આવ્યું છે. આ કુદરતી આપત્તિમાં સમગ્ર દેશના […]

India Trending
78 Famous Mahatma Gandhi Quotes 1 આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા કેરળમાં આવેલા પૂરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ કરી હતી આટલા રૂ.ની મદદ

નવી દિલ્હી,

દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૪૦૦ લોકોના મોત નીપજી ચુક્યા છે, તો લાખો લોકો બેઘર થયા છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વાર ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ રૂપિયાનું નુકશાન થઇ હોવાનું આંકલન કરવામાં આવ્યું છે.

આ કુદરતી આપત્તિમાં સમગ્ર દેશના લોકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે અને રાહત બચાવ કાર્ય પણ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહ્યું છે.

kerala floods 7 1534737076 આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા કેરળમાં આવેલા પૂરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ કરી હતી આટલા રૂ.ની મદદ

જો કે આજથી અંદાજે ૧૦૦ વર્ષ પહેલા પણ કેરળ આ જ પ્રકારના ભયાનક પૂરનો સામનો કરી ચુક્યું છે. એ સમયે પણ ખૂબ નુકશાન થયું હતું અને ત્યારબાદ રાહત બચાવના કાર્યમાં ખૂબ મદદ કરવામાં આવી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા ૬૦૦૦ રૂપિયાની મદદ કરવા માટે એકઠા કર્યાં હતા. ત્યારે હવે કેન્દ્ર સરકાર ૧૦૦ વર્ષ બાદ 600 કરોડ રૂપિયા આપવાનું એલાન કરી ચૂકી છે.

૧૯૨૪માં કેરળમાં આવેલા વિનાશક પૂરમાં હજારો લોકોના મોત થયા હતા. આ દરમિયાન મહાત્મા ગાંધીએ પોતાના પબ્લિકેશન “યંગ ઇન્ડિયા” અને “નવજીવન” ના માધ્યમથી લોકોને પૂરગ્રસ્ત કેરળ માટે મદદ કરવાની પહેલ કરી હતી.

Mahatma Gandhi આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા કેરળમાં આવેલા પૂરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ કરી હતી આટલા રૂ.ની મદદ

ગાંધીજીના આગ્રહ બાદ લોકોને ઘણી મદદ કરી હતી. કેટલીક મહિલાઓએ પોતાના સોનાના દાગીના અને પોતાની બચતને પૂરથી પ્રભાવિત લોકો માટે દાન કરી દીધી હતી. આ મદદ દ્વારા ગાંધીજીએ ૬૦૦૦ રૂપિયા જેટલું ફંડ એકઠું કર્યું હતું અને તેને રાહત કાર્ય માટે આપ્યું હતું.

ગાંધીજીએ લખ્યું હતું કે, “આ દરમિયાન રાહતકોષ માટે ઘણા ફંડ શરુ કરવામાં આવ્યા હતા જેથી લોકો પોતાની ઈચ્છાના અનુસાર યોગદાન આપી શકે”.

મહત્વનું છે કે, જુલાઈ, ૧૯૨૪માં કેરળમાં વિનાશક પૂર આવ્યું હતું અને એનાથી મુન્નાર, ત્રિશુર, કોચિકોડ, અર્નાકુલમ, અલુવા, કુમારાકોમ, તિરુવંતપુરમ જેવા ક્ષેત્રોમાં ભારે નુકશાન પહોચ્યું હતું.