કોલ્હાપુર,
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દુર્ધટના ઘટતા. ૧૭ જેટલા શ્રદ્ધાળુઓને લઇને જઈ રહેલી મિની બસ નદીમાં ખાબકતા ૧૩ જેટલા લોકોના મોત થયા હતા. ઘટના સ્થળે તત્કાળ પહોંચેલ રેસ્ક્યુ ટીમે ૩ લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી. આ ૩ લોકોને કોલ્હાપુર સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ આ બસ ગણપતિપુલેથી પુણે પાછી ફરી રહી હતી. ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માત પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર થયો.
બસ ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. મળેલ જાણકારી મુજાબ બસમાં સવાર તમામ યાત્રાળુઓ ભગવાન ગણેશની પૂજા કરીને પાછા ફરી રહ્યાં હતાં. પાછા ફરવા દરમિયાન બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ પંચગંગા નદીમાં જઈને ખાબકી. એવું પણ કહેવાઈ રહ્યું છે.
કોલ્હાપુર પોલીસના જણાવ્ય મુજબ લગભગ રાત્રે ૧૧.૪૫ કલાકે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસ કોંકણના ગણપતિપુડી ગમથી પુણે તરફ જઈ રહી હતી. ત્યારે આ બસ પુલ પરથી લગભગ ૪૫ ફુટ નીચે ખાબકી હતી. મળેલી માહીતી મુજબ શ્રદ્ધાળુઓએ પુણે જતા વચ્ચે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરના દર્શન કરવાની યોજના બનાવી હતી. ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિએ બસ નદીમાં ખાબકી હોવાની માહીતી પોલીસને આપી હતી. ત્યાર બાદ ફાયરબ્રીગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે બચાવ અને રાહત અભિયાન શરૂ કર્યુ હતુ. બચાવ કામગીરીમાં સ્થાનીક લોકોએ પણ મદદ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.