ગાંધીધામ,
ગુજરાતના સમુદ્રી તટ કંડલા બંદર પર મર્ચંટ નેવીના તેલના ટેન્કરમાં બુધવારે સાંજે આગ લાગી હતી. આ ટેન્કરમાં 30 હજાર ટન હાઇ સ્પીડ ડીઝલ ભરેલું હતું.
ભીષણ આગ લાગવાને કારણે નાસભાગ થઇ ગઈ હતી. આગ લાગ્યા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રી વહાણ પર સવાર 26 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકો ખુબજ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાં એકનું મોત થયું હતું.
આ આગ એમટી ગનેશામાં લાગી હતી, જે 15 નૉટિકલ માઇલ્સની ઝડપથી કંડલા દીનદયાળ પોર્ટથી થોડી દુર હતું.
આ ટેન્કરની લંબાઇ 183 મીટર છે અને ઊંચાઇ 10 મીટર છે.
જાણકારી અનુસાર , કોસ્ટ ગાર્ડ પાસે ટેન્કરમાં હાજર દોરીની મદદથી આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. કોસ્ટ ગાર્ડના આધિકારીએ જણાવ્યું કે, ક્રૂ વિભાગમાં આગ લાગી ગઇ હતી અને એને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સી-403 હાજર છે. સાથે જ મેરીટાઇમ સિક્યુરિટી એજન્સિની પ્રદૂષણ નિયંત્રણ ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી.