નવી દિલ્હી,
જાસૂસ એજન્સી CBIના ટોચના અધિકારી આલોક વર્માને એક ફિલ્મી નાટકીય અંદાજમાં વધુ એકવાર પોતાના ડાયરેક્ટરના પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા અને તેઓને ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકવામાં આવ્યા હતા.
જો કે શુક્રવારે અલોક વર્માએ હવે આ પદ સંભાળવાનો ઇન્કાર કરી દીધો છે અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક નાટકીય ઘટનાક્રમમાં ગુરુવારે રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા આલોક વર્માને ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ હાલ પૂરતા વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે.
નાગેશ્વર રાવ આવતીકાલે સવારે સીબીઆઈના નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે. આલોક વર્મા ગઈકાલે જ કામ પર પાછા ફર્યા હતા.જો કે આવતાની સાથે વર્માએ સીબીઆઈના 6 ઓફિસરોની બદલી કરી હ