નવી દિલ્હી,
કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી મોદી સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. જો કે આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદને સંબોધી હતી. સંસદમાં પોતાનું સંબોધન આપતા તેઓએ વર્તમાન મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો હતો.
પીએમ મોદીને દેશના ચોકીદાર નહિ પણ ભાગીદાર કહીને પોતાનો હુમલો બોલ્યો હતો. ત્યારબાદ પોતાના સંબોધનના અંતમાં ગૃહમાં રાહુલ ગાંધીએ જે કરી બતાવ્યું હતું તે જોઇને ઉપસ્થિત તમામ સાંસદો એક સમયે ચકિત થઇ ગયા હતા.
રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની સીટ પરથી ઉઠીને પીએમ મોદીને ગળે મળ્યા હતા અને ત્યારબાદ પીએમએ પણ તેઓની પીઠ થપ થપાવીને શુભકામનાઓ આપી હતી.
આ દરમિયાન તેઓએ કહ્યું, “તમારા લોકોમાં મારા માટે નફરત છે, તમે મને પપ્પુ અને ખુબ ગાળો આપીને ભુલાવી શકો છો પરંતુ મારા અંદર તમારા લોકો માટે નફરત નથી”.
રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાનું સંબોધન આપતા કહ્યું હતું કે,
ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું નથી.
પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે.
PMએ સૈનિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
PM એ ચીનને કહ્યું ડોકલામનો મુદ્દો નહીં ઉઠાવીએ.
ખેડૂતોને મળ્યો ન્યાય નથી.
PM ના દબાણને કારણે સંરક્ષણ મંત્રી ખોટું બોલ્યાં છે.
રાફેલ ડીલની કિંમત સંરક્ષણ મંત્રીએ જણાવી ન હતી.
મોદી સરકારે વિચાર કર્યા વગર નોટબંધી કરી હતી.
જુઠાણાથી દલિત, ખેડૂતો અને સામાન્ય લોકો ત્રસ્ત થઇ ગયા છે.
GSTના કારણે નાના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે.
જીએસટી કોંગ્રેસ લાવી હતી અને જયારે મોદી સીએમ હતા ત્યારે જીએસટીનો વિરોધ કર્યો હતો.
નોટબંધીથી વેપારીઓને નુકશાન થયું છે.