Not Set/ અમેરિકાએ દુનિયાના સૌથી ખતરનાક અપાચે હેલિકોપ્ટરને ભારતને વેચવા માટે આપી મંજૂરી

વોશિંગ્ટન, અમેરિકા દ્વારા ભારતના રક્ષા ક્ષેત્ર માટે મોટી રાહત આપતા ૯૩ કરોડ ડોલર (અંદાજે ૬૨૮૫ કરોડ રૂપિયા)ની ડિફેન્સ ડીલને મંજૂરી આપી છે. ટ્રમ્પ સરકાર દ્વારા ભારતને 6 AH-64E અપાચે અટેકિંગ હેલિકોપ્ટર વેચવા માટે પોતાની સહમતી દર્શાવી છે. આ કરારને યુએસ કોંગ્રેસ પાસ કરી ચૂકી છે અને જયારે હવે કોઈ અમેરિકી સાંસદ આપત્તિ નહિ જતાવે તો આ […]

World Trending
maxresdefault 8 અમેરિકાએ દુનિયાના સૌથી ખતરનાક અપાચે હેલિકોપ્ટરને ભારતને વેચવા માટે આપી મંજૂરી

વોશિંગ્ટન,

અમેરિકા દ્વારા ભારતના રક્ષા ક્ષેત્ર માટે મોટી રાહત આપતા ૯૩ કરોડ ડોલર (અંદાજે ૬૨૮૫ કરોડ રૂપિયા)ની ડિફેન્સ ડીલને મંજૂરી આપી છે. ટ્રમ્પ સરકાર દ્વારા ભારતને 6 AH-64E અપાચે અટેકિંગ હેલિકોપ્ટર વેચવા માટે પોતાની સહમતી દર્શાવી છે.

apache4 અમેરિકાએ દુનિયાના સૌથી ખતરનાક અપાચે હેલિકોપ્ટરને ભારતને વેચવા માટે આપી મંજૂરી

આ કરારને યુએસ કોંગ્રેસ પાસ કરી ચૂકી છે અને જયારે હવે કોઈ અમેરિકી સાંસદ આપત્તિ નહિ જતાવે તો આ ડીલને ટુંક જ સમયમાં આગળ મોકલવામાં આવશે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આ મહત્વની ડીલ અંગે માહિતી આપવામાં આવી હતી.

અમેરિકી કંપની બોઇંગ અને તેના સાથીદાર ભારતની તાતા કંપની દ્વારા ભારતમાં જ આ હેલિકોપ્ટરના કેટલાક ભાગો બનાવવાનું શરુ પણ કરવામાં આવ્યું છે, પરંતુ હવે કરારને મંજૂરી મળ્યા બાદ અમેરિકી કંપની ભારતને સીધા જ હેલિકોપ્ટરનું વેચાણ કરી શકશે.

અમેરિકા દ્વારા ભારતને જે હેલિકોપ્ટર મળવા જઈ રહ્યા છે તેની ગણના દુનિયાના સૌથી ખતરનાક અટેકિંગ હેલિકોપ્ટરમાં થાય છે. બીજી બાજુ આ ડીલના મુખ્ય કોન્ટ્રકટરોમાં લોકહીડ માર્ટિન, જનરલ ઇલેક્ટ્રિક અને રેથિયોન શામેલ છે.

અપાચે હેલિકોપ્ટરની ખાસ વિશેષતા અંગે વાત કરવામાં આવે તો, આ હેલિકોપ્ટરમાં નાઈટ વિઝન સેન્સર, જીપીએસ ગાઈડેન્સ, હેલફાયર એન્ટી-આર્મર અને હવામાં માર કરવાવાળી મિસાઈલ પણ શામેલ છે.

અમેરિકાના ડિફેન્સ સિક્યોરિટી એજન્સી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું, “અપાચે હેલિકોપ્ટરથી ભારતની રક્ષા ક્ષમતામાં વધારો થશે અને વાયુ સેના પણ આધુનિક બનશે”.