Not Set/ જેટલીને કેન્સર ? રાહુલ ગાંધીએ કહ્યું :100% તમારા પરિવારના પડખે ઉભા છીએ

દિલ્હી બોલીવુડના અનેક સ્ટારને  હેરાન કરનારી કેન્સરની બીમારીએ હવે રાજકારણીઓને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રી અરુણ જેટલીને રેર કહેવાય તેવું કેન્સર થયું છે. નાણામંત્રી અરુણ જેટલીને સોફ્ટ ટિશ્યૂ સરકોમા નામનું એક દુર્લભ પ્રકારનું કેન્સર હોવાનું જણાયું છે અને બજેટ સેશન પહેલાં જ તે મેડિકલ ટ્રીટમેન્ટ  માટે ન્યુયોર્ક ગયા છે. જો કે […]

Top Stories India Trending Politics
arun jaitley 1 જેટલીને કેન્સર ? રાહુલ ગાંધીએ કહ્યું :100% તમારા પરિવારના પડખે ઉભા છીએ

દિલ્હી

બોલીવુડના અનેક સ્ટારને  હેરાન કરનારી કેન્સરની બીમારીએ હવે રાજકારણીઓને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રી અરુણ જેટલીને રેર કહેવાય તેવું કેન્સર થયું છે. નાણામંત્રી અરુણ જેટલીને સોફ્ટ ટિશ્યૂ સરકોમા નામનું એક દુર્લભ પ્રકારનું કેન્સર હોવાનું જણાયું છે અને બજેટ સેશન પહેલાં જ તે મેડિકલ ટ્રીટમેન્ટ  માટે ન્યુયોર્ક ગયા છે.

જો કે તેમને કેન્સર થયું છે તેવી કોઈ અધીકૃત જાહેરાત નથી કરાઈ. અરુણ જેટલીનું ગયા વર્ષે 14 મેના રોજ એઈમ્સમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

https://twitter.com/RahulGandhi/status/1085518016224378881

અરુણ જેટલી સારવાર માટે અમેરિકા જતા કોંગ્રેસના નેતાઓએ તેમને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ આપી હતી.કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું કે અરુણ જેટલીને સારું નહીં હોવાને કારણે હું અપસેટ છું. તેમના વિચારોને લઈને અમે રોજ ઝગડતા હોઈએ છીએ.જો કે તેમ છતા હું અને કૉંગ્રેસ પાર્ટી તેમને ઝડપથી સાજા થાય તે માટે પ્રેમ અને શુભેચ્છા મોકલીએ છીએ.શ્રી જેટલી, આ ખરાબ સમયમાં અમે તમારા ફેમિલી સાથે 100% ઉભા છીએ.

કૉંગ્રેસના બીજા નેતાઓએ પણ અરુણ જેટલી સાજા થઈ જાય તે માટેની પ્રાર્થના કરી હતી.

https://twitter.com/PChidambaram_IN/status/1085574877292052481

કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમે ટ્વિટ કરતા કહ્યુ કે અરુણ જેટલી મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા ગયા છે એ જાણીને હું બહુ ડિસ્ટર્બ થયો છું.તેઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા આપું છું.

https://twitter.com/salman7khurshid/status/1085519250553491457

https://twitter.com/OmarAbdullah/status/1085495751990566918

https://twitter.com/laluprasadrjd/status/1085547552924151808

https://twitter.com/KapilSibal/status/1085578917723947008

આ સિવાય કપિલ સીબલએ પણ ટ્વિટ કરીને અરુણ જેટલીને ઝડપથી સાજા થાય તે માટે કામના કરી હતી