વડોદરા,
કલાનગરી વડોદરાને ભરૂચ સાથે જોડતા સિક્સલેન નેશનલ હાઈવે ૪૮માં વસુલવામાં આવતા ટોલટેકસમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. NH – ૪૮ પર કરજણના ભરથાણા પાસે એલએન્ડટી દ્વારા જે ટોલટેક્સ લેવામાં આવે છે, એમાં ૫ થી ૧૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
એલએન્ડટી દ્વારા ઝીંકવામાં આવેલો આ ટોલટેક્સનો વધારો આગામી ૧ જુલાઇથી અમલી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે દર વર્ષે ૧ જુલાઈથી ટોલટેક્સમાં ભાવવધારો કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ટોલ વધારવામાં આવ્યો છે.
ટોલટેક્સ વધ્યા બાદ કાર અને ટેમ્પો ચાલકો માટે રિટર્ન ટિકિટમાં ૫ અને ૧૦ રૂપિયાનો વધારો થયો છે, જ્યારે સિંગલ ટિકિટમાં કોઈ જ ભાવવધારો કરાયો નથી. આમ ટ્રક, બસ અને ટુ એક્ષલ વ્હીકલમાં ૧૦ થી ૧૫ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
વડોદરાથી ભરૂચ વચ્ચેના ૮૫ કિલોમીટરના સિક્સલેન હાઈવે પર કારમાં સિંગલ ટિકિટના ૯૦ રૂપિયા છે અને રિટર્નના જૂના ૧૩૫ હતા, ત્યારે હવે તે વધીને ૧૪૦ રૂપિયા થયું છે.
જ્યારે ટેમ્પો અને મિનિ બસના સિંગલ ટિકિટના ૧૬૦ છે. જેમાં જૂના રિટર્ન ટિકિટના ૨૩૫ હતા તે વધીને ૨૪૫ રૂપિયા થયું છે. જેમાં ૧૦ રિટર્ન ટિકિટમાં વધ્યા છે. બસ અને ટ્રકનો જૂનો ટેક્સ ૩૧૫ રૂપિયો હતા તે વધીને ૩૨૫ થશે. આમ બસ અને ટ્રકમાં ૧૦ ભાવવધારો થયો છે અને ટુ એક્ષલ મોટા ભારદારી વાહનોમાં જૂનો ૫૦૫ રૂપિયા હતા તે વધીને ૫૨૦ રૂપિયા થયેલ છે, જેમાં ૧૫ રૂપિયા વધ્યા છે.