Not Set/ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી સામૂહિક લગ્નમાં કૌભાંડ, જાણો સરકારને કેટલાનો લાગ્યો ચૂનો ?  

લખનઉ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજનામાં મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. રાજ્યની ગરીબ યુવતિઓના લગ્ન માટે શરૂ કરવામાં આવેલ આ યોજના અંતર્ગત એવા અનેક યુગલોએ પણ લગ્ન કરી લીધા છે કે જેઓ પહેલાથી જ પરણેલ હતા. તેમણે ફરી લગ્ન માત્ર આ યોજના અંતર્ગત લગ્ન કરનાર યુવતિને મળતી ૨૦ હજારની સહાય, ઘરેણાંઓ અને ભેટની લાલચમાં કર્યા […]

India
monaa ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી સામૂહિક લગ્નમાં કૌભાંડ, જાણો સરકારને કેટલાનો લાગ્યો ચૂનો ?  

લખનઉ

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજનામાં મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. રાજ્યની ગરીબ યુવતિઓના લગ્ન માટે શરૂ કરવામાં આવેલ આ યોજના અંતર્ગત એવા અનેક યુગલોએ પણ લગ્ન કરી લીધા છે કે જેઓ પહેલાથી જ પરણેલ હતા. તેમણે ફરી લગ્ન માત્ર આ યોજના અંતર્ગત લગ્ન કરનાર યુવતિને મળતી ૨૦ હજારની સહાય, ઘરેણાંઓ અને ભેટની લાલચમાં કર્યા છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ સરકાર અને સંબંધિત અધિકારીઓ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે અને સરકારે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે આદેશ આપ્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે, આ કૌભાંડથી સરકારને ૩ લાખ રૂપિયાનો ચુનો લાગ્યો છે. મળતી માહિતી મુજબ ૨૪ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી સામુહિક લગ્ન યોજના અંતર્ગત ૬૬ દંપત્તિઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧ દંપત્તિ એવા નીકળ્યા કે જે પહેલાથી જ પરણેલ હતા.

જેમાંથી કેટલાક દંપત્તિઓ તો એવા છે કે જેમને બાળકો પણ છે. આ સામુહિક લગ્નમાં સ્થાનિક નેતાઓ ઉપરાંત ટોચના સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા. આ કૌભાંડની ફરીયાદ કરનાર નરેન્દ્રનુ કહેવુ છે, કે તેમણે આ પહેલા પણ આ મામલે ફરિયાદ કરી હતી પરંતુ મંત્રીઓ અને વહિવટી તંત્રની મીલીભગતના કારણે તેમની વાત કોઈએ સાંભળી નથી. જ્યારે સ્થાનિક ડીએમ બીએન સિંહે જણાવ્યુ હતું કે, આ પ્રકારની ગડબડ થવી જોઈતી નહિ. તેથી આ મામલે તપાસ માટે મેં આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.