કલકત્તા,
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રાજધાની દિલ્હીનો કિલ્લો ફતેહ કરવા માટે ભાજપ દ્વારા મિશન ૨૦૧૯ અત્યારથી જ શરુ કરી દેવામાં આવ્યું છે. આ જ સમયમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ શનિવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોચ્યા હતા.
આ દરમિયાન તેઓએ એક રેલીને સંબોધિત કરતા વર્તમાન TMCની સરકાર પર મોટો હુમલો બોલ્યો છે.
અમિત શાહે જાહેરસભાને સંબોધતા કહ્યું,
હાલમાં જ યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારોને ઉતારવા મૌકો આપ્યો ન હતો અને તેઓએ ઉમેદવારો નિર્વિરોધ ચુંટવાનો એક રેકોર્ડ પણ બનાવ્યો છે.
પાર્ટીના ૬૫ કાર્યકર્તાઓને મારવામાં આવ્યા, ત્યારબાદ પણ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટીઓ અથવા તો તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળની જનતાએ મૌકો આપ્યો હતો, પરંતુ રાજ્યનો વિકાસ કરી શકયા નથી. ભાજપને મૌકો મળશે તો રાજ્યનો વિકાસ થઇ શકશે.
કેન્દ્ર દ્વારા આપવામાં આવતા હજારો કરોડો રૂપિયાનું પેકેજ “ભત્રીજા અને સિન્ડિકેટ સરકારે” ગામડાના લોકો સુધી પહોચવા દીધા નથી.
દુર્ગા પૂજા દરમિયાન દુર્ગાની પ્રતિમાનું વિસર્જન બંધ કરવામાં આવ્યું, સ્કૂલોમાં સરસ્વતી પૂજા પણ રોકવામાં આવી હતી. જયારે ભાજપની સરકાર આવશે તો કોઈ પણ હાલતમાં તેને કરવામાં આવશે.
જો દુર્ગાપૂજા રોકવામાં આવી તો ભાજપના કાર્યકતાઓ મમતા બેનર્જીનાં સચિવાલયની ઈંટ થી ઈંટ બજાવી દેશે.
બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ મમતા બેનર્જીની વોટ બેંક છે, જેથી તેઓની પાર્ટી TMC NRCનો વિરોધ કરી રહી છે.
https://twitter.com/ANI/status/1028199795775627265
ભાજપનો અવાજ લોકો સુધી ન પહોચી એટલા માટે સરકારે બંગાળી ચેનલો પણ બંધ કરાવી દીધી છે.
https://twitter.com/ANI/status/1028200103419334656
પોતાના વિરુધ લાગેલા ગો બેકના પોસ્ટરો અંગે તેઓએ કહ્યું, ભાજપ બંગાળનું વિરોધી થઇ શકે એમ નથી, ભારતીય જનતા પાર્ટીના ફાઉંન્ડર પોતે બંગાળી છે, પરંતુ ભાજપ મમતા વિરોધી જરૂરથી છે.
ઈન્દિરાજી સામે કહેવામાં આવતું હતું કે, ઇન્દિરા ઇજ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇજ ઇન્દિરા.
અમે બંગાળ વિરોધી નહિ, પણ મમતા વિરોધી છે.
https://twitter.com/ANI/status/1028095145701302272
મહત્વનું છે કે, અમિત શાહની રેલી પહેલા શુક્રવારે કોલકાતાના મેયો રોડ પર બંગાળ વિરોધી ભાજપ પાછા જાવ ના પોસ્ટર જોવા મળ્યા હતા. વળી, ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને અમિત શાહની રેલીમાં આવનારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.