વધતા પ્રદુષણ અને પર્યાવરણને થઇ રહેલા નુકસાન વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરમાં 1 એપ્રિલ 2020થી ભારત સ્ટેજ-4 શ્રેણીના વાહનો વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. કોર્ટના આ નિર્ણયથી પ્રદુષણમાં ઘટાડો થશે અને પર્યાવરણને થતું નુકસાન ઓછું થશે.
મહત્વનું છે કે, કોર્ટના આ આદેશનો મતલબ છે કે હવે ભારત સ્ટેજ-6 પ્રકારના ઇંધણનો ઉપયોગ 1 એપ્રિલ 2020થી પ્રભાવી થઇ જશે. વળી, કાર ચલાવવા અને કાર ખરીદવાવાળા માટે એક ખરાબ સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે, બીએસ-4 નોર્મ્સ લાગુ થયા બાદ કારની કિંમતોમાં 1-1.5 લાખ રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, પર્યાવરણના નવા માનક આવ્યા બાદ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટની વીજળીના ભાવ 40-50 પૈસા પ્રતિ યુનિટ વધી શકે છે. અને કારોના ઇંધણમાં પણ 70 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો થઇ શકે છે.