અમદાવાદ,
સરકારી દુરસંચાર કંપની ભારત સંચાર નિગમ લીમીટેડ (BSNL) તેના લેન્ડલાઇન ગ્રાહકોને આંચકો આપવા જઇ રહી રહી છે. BSNL દ્વારા અપાતી સુવિધા જેમાં રવિવારે ફ્રી કોલીંગ સેવા આપવામાં આવતી હતી, તે હવે આપવામાં નહી આવે. BSNL દ્વારા રવિવારે આપવામાં આવતી ફ્રી કોલીંગ સેવા 1લી ફેબ્રુઆરીથી બંધ કરી દેવામાં આવશે.
બીએસએનએલના અધિકારીઓના જણાવ્યા મુજબ, બીએસએનએલ રવિવારે વિનામૂલ્યે કોલીંગનો લાભ ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે. આ નિર્ણય 1લી ફેબ્રુઆરીથી દેશભરમાં લાગુ થશે. સાથે જ BSNL ગ્રાહકોને આ નિર્ણયની સૌથી અસર પડે તે માટે પણ વિચાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બીએસએનએલના ગામોમાં ગ્રાહકો વધુ છે અને તેઓ લેન્ડલાઇન સર્વિસ વાપરી રહ્યાં છે. આ સર્વિસ બંધ થવાને કારણે તેમની પર મોટી અસર પડે તેવી ધારણાં છે