નવી દિલ્હી,
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ગત ૨૬ મેના રોજ જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૨નું રિઝલ્ટ જાહેર કરાયું હતું, ત્યારે હવે આવતીકાલે એટલે કે મંગળવારે સાંજે 4 વાગ્યે ધો. 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
CBSE દ્વારા 5 માર્ચથી 12 એપ્રિલ સુધીમાં લેવામાં આવેલી ધો. 10ની પરીક્ષામાં કુલ 16,38,428 લાખથી વધુ વિધાથીઓએ એક્ઝામ આપી હતી. જેમાં 6,71,103 વિધાથીનીઓ જયારે 9,67,૩૨૫ છોકરાઓ હાજર રહ્યા હતા.
દેશભરમાં ધો. 10ની પરીક્ષામાં 4,453 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જયારે કુલ 78 એક્ઝામ કેન્દ્રો વિદેશમાં હતાં.
CBSE દ્વારા જાહેર થનારું પરિણામ વિધાથીઓ બોર્ડની વેબસાઈટ cbse.nic.in અથવા તો cbseresults.nic.in પર જઈને જોઈ શકે છે. આ ઉપરાંત સર્ચ એન્જિન ગૂગલ અને સીબીએસઈ બોર્ડ વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે, જેથી રિઝલ્ટ ને પરીક્ષા સબંધિત જાણકરી સહેલાઈથી તમે શોધી શકો છો.
ગૂગલ પ્લેટફોર્મ દ્વારા વિધાર્થીઓ એકઝામની તારીખ, રજિસ્ટ્રેશન અને બીજી અન્ય જાણકરી પણ જોઈ શકે છે.
મહત્વનું છે કે, માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરીક્ષામાં ધોરણ 10નું ગણિતનું પેપર લીક થવાના કારણે ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ ત્યારબાદ હાથ ધરાયેલી તપાસ બાદ આ વિષયની પરીક્ષા પાછી યોજવામાં આવી ન હતી.
વિધાર્થીઓ આ રીતે ચેક કરી શકે છે પોતાનું રિઝલ્ટ
1. સીબીએસઈની વેબસાઈટ cbse.nic.in પર.
- CBSE 10th Result 2018 ની લીંક પર ક્લિક કરીને
૩. cbseresults.nic.in વેબસાઈટ પર
- સર્ચ એન્જિન ગૂગલ પર