Not Set/ કોંગ્રેસી મંત્રીએ ગંગા જળ લઇ ખાધા સોગંદ : સરકાર બની તો ખેડૂતોના દેવા માફ

છત્તીસગઢમાં 15 વર્ષથી સત્તાની બહાર કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી આરપીએન સિંહે ગંગા જળ હાથમાં રાખીને સોગંદ ખાધા છે કે છત્તીસગઢમાં જેવી જ કોંગ્રેસની સરકાર બનશે તેના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. રાજ્યમાં 90 સીટોમાંથી 18 સીટો પર 12 નવેમ્બરે મતદાન થઈ […]

Top Stories India
cg rpn singh 1 1542353345 કોંગ્રેસી મંત્રીએ ગંગા જળ લઇ ખાધા સોગંદ : સરકાર બની તો ખેડૂતોના દેવા માફ

છત્તીસગઢમાં 15 વર્ષથી સત્તાની બહાર કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી આરપીએન સિંહે ગંગા જળ હાથમાં રાખીને સોગંદ ખાધા છે કે છત્તીસગઢમાં જેવી જ કોંગ્રેસની સરકાર બનશે તેના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે.

રાજ્યમાં 90 સીટોમાંથી 18 સીટો પર 12 નવેમ્બરે મતદાન થઈ ગયું છે. જ્યારે બાકીની 72 સીટો પર 20 નવેમ્બરે વોટિંગ થશે. પરિણામ 11 ડિસેમ્બરે આવશે.

એઆઈસીસીના પ્રભારી આરપીએન સિંહે રાજીવ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે છત્તીસગઢના 15 લાખ ખેડૂતો કરોડરજ્જૂ સમાન છે, પરંતુ સરકારે ખેડૂતોને દગો આપ્યો છે.

ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યાં કે ન તો તેઓને બોનસ આપવામાં આવી રહ્યું છે. સિંહે કહ્યું કે છત્તીસગઢના અમીર ધરતીમાં રહેતાં લોકો સતત ગરીબ થઈ રહ્યાં છે.