Not Set/ હવેથી ગંગા નદીમાં પણ માની શકાશે લક્ઝરી ક્રૂઝની મજા, CM યોગીએ કરાવી શરૂઆત

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવેથી દેશની પ્રાચીન નગરી કાશીના લોકો પવિત્ર ગંગા નદીમાં લક્ઝરી ક્રૂઝની મજા માની શકશે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે આ લક્ઝરી ક્રૂઝનું લોકાર્પણ કર્યું છે. આ લક્ઝરી ક્રૂઝ કાશીવાસીઓ ગંગા નદી પરના ખિદકિયા ઘાટથી ગંગા ઘાટ અને ગંગા દર્શનની મજા માની શકશે. […]

Top Stories India Trending
vibratcities 2 હવેથી ગંગા નદીમાં પણ માની શકાશે લક્ઝરી ક્રૂઝની મજા, CM યોગીએ કરાવી શરૂઆત

વારાણસી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવેથી દેશની પ્રાચીન નગરી કાશીના લોકો પવિત્ર ગંગા નદીમાં લક્ઝરી ક્રૂઝની મજા માની શકશે.

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે આ લક્ઝરી ક્રૂઝનું લોકાર્પણ કર્યું છે. આ લક્ઝરી ક્રૂઝ કાશીવાસીઓ ગંગા નદી પરના ખિદકિયા ઘાટથી ગંગા ઘાટ અને ગંગા દર્શનની મજા માની શકશે.

https://twitter.com/ANINewsUP/status/1036106389783949312

લક્ઝરી ક્રૂઝમાં મળશે હોટલની સુવિધા

ganga 1 650 090414085731 હવેથી ગંગા નદીમાં પણ માની શકાશે લક્ઝરી ક્રૂઝની મજા, CM યોગીએ કરાવી શરૂઆત

આ ક્રુઝ પશ્ચિમ બંગાળના કલકત્તામાં તૈયાર કરવામાં આવ્યું છે, અને તેનું સંચાલન એક પ્રાઈવેટ કંપની દ્વારા કરવામાં આવશે. ૨૦૦૦ વર્ગ ફીટના આ અત્યાધુનિક લક્ઝરી ક્રૂઝમાં એ વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટી હોટલ જેવી જ સુવિધાઓ હોય. ક્રૂઝમાં સેમિનાર તેમજ પાર્ટી પણ કરી શકાય તેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.

ગંગા નદી પરના અસ્સી ઘાટથી રાજઘાટ સુધી ચાલનારા આ લક્ઝરી ક્રૂઝની મુસાફરીમાં મુસાફરો કાશીમાં ગંગા નદીમાં એક નવો જ અનુભવ માની શકશે.

ગંગા આરતી માટે ખાસ રીતે કરાયું આયોજન

Gandhi Ghat in Patna હવેથી ગંગા નદીમાં પણ માની શકાશે લક્ઝરી ક્રૂઝની મજા, CM યોગીએ કરાવી શરૂઆત
national-cm-yogi-adityanath-inaugrates-luxury-cruize-ganga river -varanasi

આ લક્ઝરી ક્રૂઝના પેકેજને અલગ અલગ ૩ રીતે વહેચવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સવારે સૂર્યોદયના સમયે, બીજો સાંજે સૂર્યાસ્તના સમયે ગંગા આરતી કરતા સમયે અને બપોરના સમયે આ ક્રૂઝ કોર્પોરેટ મિટિંગ તેમજ પાર્ટી માટે બુક કરવામાં આવશે.

ચુકવવા પડશે ૭૫૦ રૂપિયા

આ લક્ઝરી ક્રૂઝમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુકિંગ પ્રતિ વ્યક્તિ GST સહિત ૭૫૦ રૂપિયા ચુકવવા પડશે. આ ક્રૂઝમાં નીચેના ભાગમાં ૬૦ લોકો નાને ઉપરના ભાગમાં ૩૦ લોકોના બેસવાની વ્યવસ્થા છે.

લક્ઝરી ક્રૂઝની વિશેષતા 

ABN0473 હવેથી ગંગા નદીમાં પણ માની શકાશે લક્ઝરી ક્રૂઝની મજા, CM યોગીએ કરાવી શરૂઆત
national-cm-yogi-adityanath-inaugrates-luxury-cruize-ganga river -varanasi

આ લક્ઝરી ક્રૂઝની વાત કરવામાં આવે તો, એમાં સુરક્ષાનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. ક્રૂઝનું એન્જિન ૪૫૦ હોર્સ પાવરનું છે. સાથે સાથે આ ક્રૂઝમાં એક સર્વિસ બોટ પણ છે. આ સર્વિસ બોટ કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં લાઈફ બોટ તરીકે પણ કામ કરશે. આ ઉપરાંત ક્રૂઝમાં પુરતી માત્રામાં લાઈફ જેકેટ્સ અને લાઈફ ગાર્ડસ પણ તૈનાત રહેશે.

દેશમાં વધી રહેલી પ્રદૂષણની માત્રાને જોતા લક્ઝરી ક્રૂઝની એન્જિન ખાસ માપદંડો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે પૂરી રીતે સાઉન્ડ પ્રૂફ છે.

આ ઉપરાંત ગંગા નદીમાં દોડનારા આ બે માળના ક્રૂઝની નીચેનો ભાગ સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત એક હોલ છે. આ હોલની સાથે સાથે એક પેન્ટ્રીની પણ વ્યવસ્થા છે, જેથી મુસગારો બ્રેકફાસ્ટ, નાસ્તો તેમજ લંચ લઇ શકે.