Not Set/ કેરળ પૂર પીડિતોની રાહત સામગ્રી માટે એક મહિનાનું વેતન આપશે કોંગ્રેસ સાંસદ, ધારાસભ્ય

કેરળમાં ભયાનક પૂરથી જાનમાલને થયેલા ભારે નુકસાનને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેંસલો કર્યો છે કે પાર્ટીના બધા સાંસદ, ધારાસભ્ય અને વિધાન પરિષદના સભ્ય એક મહિનાનું વેતન રાજ્યના પૂર પીડિતોની મદદ માટે આપશે. પાર્ટીના મહાસચીવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓ સાથે બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે એવું પણ કહ્યું કે પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ કેરળ […]

Top Stories India
vpoi62eo rahul કેરળ પૂર પીડિતોની રાહત સામગ્રી માટે એક મહિનાનું વેતન આપશે કોંગ્રેસ સાંસદ, ધારાસભ્ય

કેરળમાં ભયાનક પૂરથી જાનમાલને થયેલા ભારે નુકસાનને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેંસલો કર્યો છે કે પાર્ટીના બધા સાંસદ, ધારાસભ્ય અને વિધાન પરિષદના સભ્ય એક મહિનાનું વેતન રાજ્યના પૂર પીડિતોની મદદ માટે આપશે.

પાર્ટીના મહાસચીવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓ સાથે બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે એવું પણ કહ્યું કે પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ કેરળ તેમજ બીજા રાજ્યોમાં આવેલા પૂરથી પ્રભાવિત લોકોની દરેક સંભવ સહાયતા કરે.

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેરળ પૂરને રાષ્ટ્રીય આપદા ઘોષિત કરવાની માંગ કરી છે. બેઠક બાદ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયાને કહ્યું કે આજની બેઠકમાં પૂરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસે માંગ કરી છે કે કેરળના પૂરને રાષ્ટ્રીય આપદા ઘોષિત કરવામાં આવે.

ગાંધીએ કહ્યું કે રાજ્યને ત્રણ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અને ભારત સરકારે હાલ સુધીમાં 100 કરોડ રૂપિયા આપ્યા છે. પૂરથી રાહત આપવા માટે આ રકમ તદ્દન મામૂલી છે. એમણે આગળ જણાવ્યું કે પૂર રાહતમાં રાજનીતિ ના હોઈ શકે અને ના તો કોઈ ભેદભાવ હોઈ શકે. બધાને મદદની આવશ્યકતા છે અને સરકારે આ માટે પૂરતા પ્રયાસ કરવા જોઈએ.

સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસની સરકારોએ મદદ માટે પગલાં લીધા છે. પંજાબની સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે. કર્ણાટકની સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે. પુડુચેરીની સરકારે એક કરોડ રૂપિયાની રાશિ મોકલી છે. એમણે કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટીએ ફેંસલો લીધો છે કે લોકસભા અને રાજ્યસભાના બધા સાંસદ, બધા રાજ્યોના ધારાસભ્ય અને વિધાન પરિષદના સદસ્ય એક મહિનાનું વેતન કેરળના પૂર પીડિતોની મદદ માટે આપશે.

સુરજેવાલાએ કહ્યું કે કેરળની નજીકના પ્રદેશોના કોંગ્રેસ એકમોએ પૂર રાહત સમિતિનું ગઠન કર્યું છે. આ સમતીઓ કેરળમાં રાહત સામગ્રી પહોંચાડશે.