Not Set/ દિલ્હી : સ્કૂલની ફી ન ભરવા બદલ ૫૯ બાળકીઓને બનાવાઈ બંધક

નવી દિલ્હી, રાજધાની દિલ્હીની એક શાળામાં ૫૯ જેટલા બાળકો સાથે જે પ્રમાણે ક્રૂર વર્તન કરવામાં આવ્યું છે તે જાણીને તમે પણ ચોંકી શકો છો. દિલ્હીમાં ૫૯ જેટલા બાળકીઓને એટલા માટે બંધી બનાવવામાં આવ્યા કારણ કે તેઓના પેરેન્ટસે સ્કૂલ ફી જમા કરાવી ન હતી. દિલ્હીની ચાંદની ચોકમાં આવેલી રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલનો છે જ્યાં બાળકીઓને ૫ […]

Top Stories India Trending
Master દિલ્હી : સ્કૂલની ફી ન ભરવા બદલ ૫૯ બાળકીઓને બનાવાઈ બંધક

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીની એક શાળામાં ૫૯ જેટલા બાળકો સાથે જે પ્રમાણે ક્રૂર વર્તન કરવામાં આવ્યું છે તે જાણીને તમે પણ ચોંકી શકો છો. દિલ્હીમાં ૫૯ જેટલા બાળકીઓને એટલા માટે બંધી બનાવવામાં આવ્યા કારણ કે તેઓના પેરેન્ટસે સ્કૂલ ફી જમા કરાવી ન હતી.

દિલ્હીની ચાંદની ચોકમાં આવેલી રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલનો છે જ્યાં બાળકીઓને ૫ કલાક સુધી સ્કૂલના બેસમેન્ટમાં બંધક બનાવવામાં આવી હતી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાળકીઓના પેરેન્ટ્સનો આરોપ છે કે, વિદ્યાથીનીઓને સવારના ૭.૩૦ વાગ્યાથી જ સ્કૂલના બેસમેન્ટમાં રાખવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ સ્કૂલના સમાપ્ત થવાના સમયે જયારે આ બાળકીઓ બહાર આવ્યા હતા ત્યારે આ વાતની જાણ થઈ હતી.

બંધક બાળકીઓના માતા-પિતાનો આરોપ હતો કે, ૫૯ બાળકીઓને જ્યાં બંધક બનાવવામાં આવી ત્યાં પંખો પણ નહોતો. તેઓએ જ્યારે બેઝમેન્ટનો દરવાજો ખોલ્યો તો બાળકીઓ જમીન પર બેઠેલી હતી. પોતાના પરિવારજનોને જોઇ બાળકીઓએ રડવાનું શરૂ કરી દીધું. બાળકીઓને બેઝમેન્ટમાં બેસાડવાનો સ્કૂલનો તર્ક હતો કે તેમની જૂન મહિનાની ફી હજુ સુધી જમા કરાવી નથી. જ્યારે પેરેન્ટેસ સ્કૂલના આરોપોને રદ્દ કરતાં ફી સમય પર જમા કરાવાની પહોંચ પણ પોલીસને બતાવી હતી.

વિદ્યાથીનીઓના માતા-પિતાએ આરોપ લગાવ્યા છે કે, બાળકીઓને પાંચ કલાક સુધી ખાવા-પીવા માટે કઈ પણ આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ પેરેન્સ દ્વારા કરાયેલા હંગામા બાદ તેઓને જણાવવામાં આવ્યું કે, વિદ્યાથીનીઓને બેસમેન્ટમાં બંધ કરવામાં આવ્યા છે અને તેઓની ગેરહાજરી દર્શાવવામાં આવી છે કારણ કે, સ્કૂલ મેનેજમેન્ટને આ બાળકોની ફી મળી નથી.

જો કે ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રિપોર્ટ માંગ્યો છે અને સાથે સાથે તેઓએ અન્ય અધિકારીઓએ આ મામલે બોલાવ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ આ મામલે FIR નોધી છે.