Not Set/ લોકસભામાં પણ ગુંજ્યો દેવરિયા શેલ્ટર હોમ કાંડ, ગૃહમંત્રીએ CM યોગીની કરી પ્રશંસા

નવી દિલ્હી, બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બાદ યુપીના દેવરિયામાં પણ સામે આવેલા કથિત શેલ્ટર હોમ યૌન શોષણ મામલે પણ અનેક સનસનાટી ભર્યા ખુલાસા થઇ રહ્યા છે, તો બીજી બાજુ રાજ્યની યોગી સરકાર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે દેવરિયા કથિત શેલ્ટર હોમનો મામલો હવે લોકસભામાં પહોચ્યો છે અને સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે […]

Top Stories India Trending

નવી દિલ્હી,

બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બાદ યુપીના દેવરિયામાં પણ સામે આવેલા કથિત શેલ્ટર હોમ યૌન શોષણ મામલે પણ અનેક સનસનાટી ભર્યા ખુલાસા થઇ રહ્યા છે, તો બીજી બાજુ રાજ્યની યોગી સરકાર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ વચ્ચે દેવરિયા કથિત શેલ્ટર હોમનો મામલો હવે લોકસભામાં પહોચ્યો છે અને સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનું નિવેદન આપ્યું છે.

લોકસભામાં રાજનાથ સિંહે જણાવ્યું, “આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જો કે ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં રાજ્યની યોગી સરકારની પ્રશંસા પણ કરી છે, કારણ કે તેઓએ તરત જ આ મામલે સબંધિત અધિકારીઓ વિરુધ કાર્યવાહી કરી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “શેલ્ટર હોમની સંચાલિકાને જેલમાં મોકલવાનું કામ કર્યું છે અને વરિષ્ઠ અધિકારીને આ મામલે તપાસ સોપવામાં આવી છે. જે પણ આરોપી હશે તેઓને છોડવામાં આવશે નહિ”.

આ મામલે લોકસભામાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો છે. એક બાજુ જ્યાં આ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ ઘટનાઓની તપાસ માટે એક સદન સમિતિ બનાવવાની માંગ કરી છે.

સમાજવાદી પાર્ટીએ કર્યો બહિષ્કાર

લોકસભામાં ગૃહમંત્રીના નિવેદન પર પોતાની નારાજગી વ્યક્ત કરતા સપા સાંસદ ધમેન્દ્ર યાદવે કહ્યું, “તેઓએ શુભેચ્છા આપવાની હતી એ છોકરીને પરંતુ શુભેચ્છા આપી રહ્યા છો મુખ્યમંત્રીને. આ દરમિયાન સપાના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે.

મહત્વનું છે કે, સોમવારે સવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સુપ્રિટેન્ડેન્ટ પોલીસના આગેવાનીમાં પોલીસદળની ટીમ સાથે દેવરિયાના રેલ્વે સ્ટેશન રોડ પર સ્થિત વિંધ્યવાસિની નામના શેલ્ટર હોમમાં છાપેમારી કરી હતી. આ દરમિયાન ત્યાંથી ૨૪ છોકરીઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી.