ચેન્નઈ,
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એમ. કરૂણાનિધિની તબિયત અત્યંત નાજુક બતાવવામાં આવી છે અને આગળના ૨૪ કલાકનો સમય તેઓ માટે ખુબ મહત્વનો જણાવવામાં આવી રહ્યો છે.
Latest visuals from outside Chennai's Kauvery hospital where former Tamil Nadu CM M Karunanidhi is undergoing treatment. The hospital stated a decline in his medical condition yesterday pic.twitter.com/PXCIVPoMzo
— ANI (@ANI) August 7, 2018
ચેન્નઈ સ્થિત કાવેરી હોસ્પિટલ દ્વારા એક બુલેટિન બહાર પાડીને DMK પ્રમુખની તબિયત અંગે માહિતી આપવામાં આવી હતી. સોમવારે સાંજે તેઓની તબિયત અચાનક જ બગડી ગઈ હતી અને ત્યારબાદ કાવેરી હોસ્પિટલ બહાર તેઓના સમર્થકોની મોટી ભીડ એકત્રિત થઇ ગઈ હતી.
કાવેરી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર, “કરૂણાનિધિની ઉંમરના હિસાબથી તેઓના શરીરના તમામ અંગો યોગ્ય રીતે પોતાનું ફંક્શન કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેઓની તબિયત પર અમે નજર બનાવી રહ્યા છીએ અને એક્ટિવ મેડિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યું છે”.
મહત્વનું છે કે, ચેન્નઈના કાવેરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલા એમ કરુણાનિધિને અત્યારસુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ, કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડા ઉપરાંત કેરળના મુખ્યમંત્રી પી વિજયન પણ મુલાકાત કરી ચુક્યા છે.
એમ કરુણાનિધિના રાજનૈતિક કેરિયરની વાત કરવામાં આવે તો તેઓએ ૫૦ વર્ષ પહેલા ૨૬ જુલાઈના રોજ DMKની કમાન પોતાના હાથમાં સંભાળી હતી અને તેઓના નામ પર અત્યારસુધીમાં ચૂંટણીમાં પોતાની સીટ પરથી ન હારવાનો રેકોર્ડ પણ રહ્યો છે.
આ ઉપરાંત તેઓ સૌપ્રથમ ૧૯૬૯માં તમિલનાડુમાં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા અને અત્યારસુધીમાં પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. સાથે સાથે તેઓ ૧૨ વાર વિધાનસભાના સભ્ય પણ રહ્યા છે.

