ધૂળ ભરી આંધીના કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકોની જીંદગી કઠોર થઇ ગઈ છે. હવામાં ભળી રહેલી ધૂળના કારણે લોકોને શ્વાસ લેવામાં તક્લીફ થઇ રહી છે. જયારે વિઝીબીલીટી ઓછી હોવાના કારણે ચંડીગઢ એરપોર્ટ પર વિમાનોની અવન-જવાન પર રોક લગાવી દેવામાં આવી છે.
રાજસ્થાનથી ઉઠેલી ધૂળ ભરી આંધીએ દિલ્હી, હરિયાણા અને પંજાબના લોકોને પરેશાન કરી દીધા છે. મળી રહેલી ખબરો મુજબ ચંડીગઢના આકાશમાં ધૂળની એવી ચાદર થઇ ગઈ છે કે વિમાનોની આવન-જાવાન પર રોક લગાવી દેવામાં આવી છે. સવારથી ચંડીગઢમાં ના તો વિમાન લેન્ડ થઇ રહ્યા છે અને ના તો ટેક ઓફ.
દિલ્હીમાં હવાની ગુણવત્તા આજે ત્રીજા દિવસે પણ ખતરનાક સ્તર પર છે. અધિકારીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આવતા 3-4 દિવસ સુધી ધૂળ ભરી આંધી ફૂંકાય શકે છે તથા લોકોને લાંબા સમય સુધી ઘરની બહાર ના રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે હવામાં મોટા કણોની માત્રા વધી ગઈ છે.
દિલ્હી-એનસીઆરમાં 10 મીલીમીટરથી મોટા કણોનું(પીએમ 10) સ્તર 796 છે અને ફક્ત દિલ્હીમાં 830 છે, જેના કારણે હવા ખરાબ થઇ ગઈ છે.
સીપીસીબી અનુસાર દિલ્હીમાં કેટલીક જગ્યાઓ પર હવા ગુણવત્તા સૂચકાંક 500થી પણ વધારે છે. પૂર્વ દિલ્હીના આંનંદ વિહાર વિસ્તારમાં આજે સવારે પીએમ 10નું સ્તર 929 અને પીએમ 2.5નું સ્તર 301 માપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે 0-50 વચ્ચેના વાયુ ગુણવત્તા સૂચકાંકને સારો માનવામાં આવે છે, 51-100 વચ્ચેને સંતોષજનક, 101-200 વચ્ચેને મધ્યમ, 201-300 વચ્ચેને ખરાબ, 301-400 વચ્ચેને ખુબ ખરાબ અને 401-500 વચ્ચેને ખતરનાક માનવામાં આવે છે.
મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે 35 કિમી પ્રતી કલાકની ઝડપથી હવા ચાલશે.