ન્યુયોર્ક,
ન્યુયોર્કમાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.
https://twitter.com/BJP4India/status/1046038395514998784
UNના ૭૩માં સંસ્કરણમાં સંબોધતા સુષ્મા સ્વરાજે આતંકવાદીઓ માટે સેફ હેવન કહેવાતા પાકિસ્તાનની કરતૂતોને ન માત્ર દુનિયા સામે ઉજાગર કરી હતી, પરંતુ સાથે સાથે અસલી ચહેરો પણ સ્પષ્ટ કરાવ્યો હતો.
UNમાં સંબોધતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું,
અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ની આતંકવાદી ઘટનાને અંજામ આપનારા માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં છુપાવીને રાખ્યો હતો. એક બાજુ જ્યાં પોતાને અમેરિકાનો મિત્ર બતાવે છે અને બીજી બાજુ અમેરિકાના સૌથી મોટા દુશ્મન લાદેનને રહેવા માટે સુરક્ષા આપે છે.
૯/૧૧ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ લાદેન તો માર્યો ગયો, ;પરંતુ ૨૬/૧૧નો માસ્ટર માઈન્ડ હાફિજ સઈદ આજે પણ ખુલ્લે આમ ફરી રહ્યો છે.
https://twitter.com/BJP4India/status/1046042377213939712
દુનિયાએ પાકિસ્તાનના આતંકી ચહેરાને સારી રીતે ઓળખી લીધો છે અને આ માટે જ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા આતંકીઓને આર્થિક મદદ કરનારા પાકિસ્તાનને પોતાની નિગરાનીમાં રાખ્યું છે.
ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ આતંકવાદ અને વાતચીત એકસાથે થઇ શકે એમ નથી.
ભારત દ્વારા હંમેશા કોશિશ કરવામાં આવી છે કે, વાતચીતથી પાકિસ્તાન સાથેનો વિવાદ નીપટાવવામાં આવે.
https://twitter.com/BJP4India/status/1046043051075010560
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના શપતગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના તમામ રાષ્ટ્રપ્રમુખને બોલાવીને વાતચીતની શરુરાત કરી હતી.
https://twitter.com/BJP4India/status/1046040931126988806
આજે આતંકવાદનો રાક્ષસ કોઈક જગ્યાએ ધીમી ગતિએ તો બીજી જગ્યાએ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તે દરેક દેશ સુધી પહોચ્યો છે.
હવે સમય આવી ગયો છે કે, દુનિયાએ જાગવું જોઈએ. નહિ તો એ દિવસ દૂર નથી જયારે આતંકવાદનો દાનવ પૂરી દુનિયાને ભરખી જશે.
https://twitter.com/BJP4India/status/1046087669904822276
પાકિસ્તાન માત્ર આતંકવાદ ફેલાવવા માટે જાણીતું નથી, પરંતુ પોતાના દ્વારા કરાયેલી આતંકી પ્રવૃત્તિઓને નકારવા માટે પણ તેને મહારથ હાંસલ છે.
દુનિયાના આતંકીઓને પાકિસ્તાનમાં ફ્રીડમ ફાઈટર કહેવામાં આવે છે અને તેઓની ક્રુરતાને વીરતા કહેવામાં આવે છે.
આ જ કારણ છે કે, પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓના સન્માનમાં પોસ્ટ ટિકીટો બહાર પાડી રહી છે.