મધ્ય પ્રદેશમાં રેપના મામલામાં અદાલતે ચાર્જશીટ દાખલ થયાના 24 કલાકમાં સજાનું એલાન કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક બાળકી સાથે દોષી નાબાલિક નેએક જુવેનાઇલ કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. ખાસ વાત એ છે કે રેપના આ મામલામાં સોમવારે જ ચાર્જશીટ પેશ કરવામાં આવી હતી. અને અદાલતે એ જ દિવસે દોષીને સજા સંભળાવી હતી. આને રેપના કોઈ મામલામાં સંભવિત સૌથી ઝડપથી ટ્રાયલ અને સજા રૂપે જોવામાં આવી રહ્યો છે.
ઘાટિયા પોલીસ સ્ટેશનના પ્રભારી એનએસ કનેશે જણાવ્યું કે પીડિત બાળકીના પરિજનો સ્વતંત્રતા દીવસે પીડિતાને એક પાડોશી 14 વર્ષના છોકરા સાથે રમવા માટે છોડીને કામ પર ગયા હતા. પરંતુ આ દરમિયાન એણે રેપની ઘટનાને અંજામ આપ્યો હતો.
ઉજ્જૈન એસપી સચિન અતુલકરનું કહેવાનું છે કે રેપ બાદ નાબાલિક ગામમાંથી ફરાર થઇ ગયો હતો. 16 ઓગસ્ટની રાતે એની ચોમહલા વિસ્તારમાંથી એક સંબંધીના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસે ખુબ ઝડપથી તપાસ કરી હતી. ચાર દિવસની અંદર જ ઉજ્જૈન પોલીસે તપાસ પુરી કરીને સોમવારે જજ તૃપ્તિ પાંડેની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી. જજે ચાર્જશીટ દાખલ થયાના થોડા કલાકોમાં જ ફેંસલો સંભળાવ્યો હતો. દોષી નાબાલિક ને સિવની જુવેનાઇલ હોમમાં સજા રૂપે બે વર્ષ વિતાવવા પડશે.
- 8 ઓગસ્ટે મધ્ય પ્રદેશના દતિયાની એક અદાલતે બાળકી સાથે રેપના દોષીને લગભગ 3 દિવસની સુનાવણી બાદ આજીવન કારાવાસની સજાનું એલાન કર્યું હતું.
- આ વર્ષે રાજસ્થાનના અલ્વર જિલ્લામાં એસસી-એસટી કોર્ટે 7 મહિનાની એક બાળકીના અપહરણ અને રેપના કિસ્સામાં દોષીને ફાંસીની સજા આપી હતી.