Not Set/ ૨૦૧૩ v/s ૨૦૧૮નું ફલેશબેક આપતા પીએમ મોદીએ આ રીતે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, ૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લાની પ્રાચીન પરથી રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો અને ત્યારબાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૮૨ મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ પોતાના સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ જણાવી હતી અને સાથે સાથે વિપક્ષી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેઓએ ૨૦૧૩ v/s […]

Top Stories India Trending
pm modi ૨૦૧૩ v/s ૨૦૧૮નું ફલેશબેક આપતા પીએમ મોદીએ આ રીતે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી,

૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લાની પ્રાચીન પરથી રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો અને ત્યારબાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૮૨ મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.

દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ પોતાના સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ જણાવી હતી અને સાથે સાથે વિપક્ષી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેઓએ ૨૦૧૩ v/s ૨૦૧૮નું ફલેશબેક આપતા પોતાની સરકારની કામ કરવાની ઝડપ અને યુપીએ સરકારની કાર્યપદ્ધતિ અંગેની તુલના કરતા આકરા પ્રહારો પણ કર્યાં હતા.

UPA સરકાર પર નિશાન સાધતા કહ્યું,

૨૦૧૩ની તુલનામાં આજે દેશની કામ કરવાની ઝડપ બેગણી વધી ગઈ છે.

દેશમાં સેનાના જવાનો માટે ઘણા દાયકાઓથી પેન્ડીંગ રહેલા વન રેન્ક વન પેન્શનને અમે લાગુ કર્યું છે.

આ પહેલા ૨૦૧૪માં જયારે દેશમાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું, ત્યારે લોકો આ અભિયાનની આલોચના કરતા હતા. WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૩ લાખ બાળકો સ્વચ્છતાના કારણે મૃત્યુથી બચ્યા છે.

આ પહેલા દુનિયાના અન્ય દેશો અમારી સાથે જોડવા માટે સંકોચાતા હતા. તેઓ કહેતા હતા કે, ભારતની અર્થવ્યવસ્થામાં રિસ્ક છે પરંતુ આજે તે જ દેશ અમારી સાથે જોડવા ઈચ્છે છે અને તેઓને ભારતમાં નવા અવસર જોવા મળી રહ્યા છે.

જૂની સરકારોની ઢબે જો શૌચાલય બનાવવામાં આવતા તો વર્ષો લાગી જાત અને દેશભરના ગામોમાં વીજળી પહોચવા માટે પણ એક બે દાયકા જેટલો સમય વધુ લાગ્યો હોત.

આજે ભારતની દરેક વસ્તુ પર સમગ્ર દુનિયાની નજર હોય છે. ૨૦૧૪ બાદ આ સ્થિતિમાં ખૂબ ફેરફાર થયો છે.

આજે ભારતની દરેક વાત સાંભળવામાં આવે છે. સમગ્ર દુનિયાના કહે છે નિંદ્રામાં રહેલો હાથી આજે જાગી ગયો છે.

ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક વધારવાનું કામ જો ૨૦૧૩ની ઝડપે ચાલતું હોટ તો દાયકાઓનો સમય લાગી જાત.

૨૦૧૪માં સરકાર બન્યા બાદ હું મારા અનુભવથી એટલું કહી શકું છું કે દેશના સવા સો કરોડ દેશવાસીઓ માત્ર સરકાર બનાવીને રોકાયા નથી, તેઓ એક દેશ બનાવવામાં લાગેલા છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે પ્રમાણે ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે, તે જો જૂની સરકારો પ્રમાણે આપવામાં આવ્યા હોત તો દેશના ઘરોમાં વર્ષો સુધી ગેસ કનેક્શન પહોચ્યા ન હોત.

કેવી રીતે આવી કામની ગતિમાં ઝડપ

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “હવા પણ એ જ છે, ઓફિસ પણ એ જ છે, તે જ અધિકારીઓ છે, તમામ પહેલા જેવું જ છે, પરંતુ ૪ વર્ષમાં દેશમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કારણ કે અમારી સરકારમાં નિર્ણય લેવામાં સામર્થ્ય છે.