દિલ્લી
સિંગાપોરથી દિલ્લી જઈ રહેલ એક પ્લેનમાંથી ૮ કિલો વજન ધરાવતું ૨.૮ કરોડનું સોનું મળ્યું હતું. આ સોનું પ્લાસ્ટિકની બેગમાં સીટની નીચે રાખવામાં આવ્યું હતું. ચેન્નાઈ એરપોર્ટના અધિકારીને તપાસ દરમ્યાન આ સોનું મળી આવ્યું હતું.
ચેન્નાઈના એરપોર્ટ પર અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે દિલ્લી જનારા એક પ્લેનમાંથી ૨.૮ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું.
એરપોર્ટના અધિકારીના કહ્યા પ્રમાણે આટલા કરોડનું સોનું પ્લાસ્ટિકની બેગમાં સીટની નીચે રાખેલું હતું.
આ મામલે હાલ વધુ પણ તપાસ ચાલુ છે. દિલ્લી જનારું આ પ્લેન સિંગાપોરથી આવ્યું હતું.