Not Set/ RSS બાદ હવે ભાજપ સરકારના કાર્યક્રમમાં હાજર રહ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

નવી દિલ્હી, થોડાક સમય અગાઉ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભાજપ સરકારના એક કાર્યક્રમમાં હાજર રહ્યા છે. રવિવારે ગુરુગ્રામ ખાતે હરિયાણાની ભાજપ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સાથે સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન […]

Top Stories India Trending
DmEzttpW0AAEnwD RSS બાદ હવે ભાજપ સરકારના કાર્યક્રમમાં હાજર રહ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

નવી દિલ્હી,

થોડાક સમય અગાઉ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભાજપ સરકારના એક કાર્યક્રમમાં હાજર રહ્યા છે. રવિવારે ગુરુગ્રામ ખાતે હરિયાણાની ભાજપ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સાથે સાથે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓએ ગુરુગ્રામમાં હરચંદપુર અને નયાગામ સ્માર્ટ ગ્રામ પરિયોજનાના ભાગરૂપે ઘણા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ લીધું હતું હરચંદપુર ગામને દત્તક 

પૂર્વ રાષ્ટ્રપતિ એ પોતાના કાર્યકાળ દરમિયાન હરચંદપુર ગામને દત્તક લીધું હતું. ત્યારબાદ આ ગામમાં ઘણી સુવિધાઓ થઇ ગઈ છે. આ ગામને આદર્શ ગામ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ગામની પંચાયતમાં વાઈ ફાઈથી લઇ ડિજિટલ સ્ક્રીન સુધીની સુવિધાઓ હશે.

RSS અને “પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન” કરશે સાથે મળીને કામ

ઉલ્લેખનીય છે કે, અ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, હરિયાણામાં “પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન” RSS સાથે મળીને કામ કરશે. આ માહિતીને લઇ પ્રણવ મુખર્જીની ઓફિસ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, એમ સ્પષ્ટપને કહેવા માંગીએ છીએ કે, આ પ્રકારનું કઈ પણ છે નથી અને તે આગામી સમયમાં થવાનું છે”.

RSSના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પૂર્વ રાષ્ટ્રપતિ

મહત્વનું છે કે, RSSના હેડક્વાર્ટર નાગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીની ઉપસ્થિતીને લઇ અનેક ચર્ચાઓ જોવા મળી રહી હતી. આ કાર્યક્રમમાં તેઓની હાજરીને લઇ કોંગ્રેસના બધા જ નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

જયરામ રમેશે જણાવ્યું, “તેઓએ પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યું હતું કે, તેઓ જેવા વિધવાન અને સેક્યુલર વ્યક્તિને આરએસએસ સાથે નિકટતા ન રાખવી જોઈએ. RSSના કાર્યક્રમમાં જવાથી દેશમાં સેક્યુલર માહોલ પર ખોટી અસર પડતી હોય છે”

કોંગ્રેસના નેતાઓ ઉપરાંત પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાને સલાહ આપતા કહ્યું કે, “RSS તમારો ખોટો ઊપયોગ કરી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે બીજેપી-આરએસએસ જુઠ્ઠી વાર્તા બનાવાની ખુલી છૂટ આપી રહ્યા છો, આ તો ફક્ત શરૂઆત છે”.