Not Set/ કર્ણાટક રાજકીય સંકટ : કુમારસ્વામીએ આપી મુખ્યમંત્રી પદ છોડવાની ધમકી

બેંગલુરુ, કર્ણાટકમાં વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને જેડીએસન ગઠબંધન તેમજ ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય સંકટને અનેક સમીકરણો સામે આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ એક ધમકી આપી છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, “તેઓ પોતે મુખ્યમંત્રી નું પદ છોડવા માટે તૈયાર છે અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની લાઈન ક્રોસ કરી રહ્યા છે. […]

Top Stories India Trending
Kumaraswamy HD કર્ણાટક રાજકીય સંકટ : કુમારસ્વામીએ આપી મુખ્યમંત્રી પદ છોડવાની ધમકી

બેંગલુરુ,

કર્ણાટકમાં વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને જેડીએસન ગઠબંધન તેમજ ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય સંકટને અનેક સમીકરણો સામે આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ એક ધમકી આપી છે.

કુમારસ્વામીએ કહ્યું હતું કે, “તેઓ પોતે મુખ્યમંત્રી નું પદ છોડવા માટે તૈયાર છે અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની લાઈન ક્રોસ કરી રહ્યા છે. આ માટે પાર્ટીએ પોતાના MLAને કંટ્રોલ કરવાની જરૂરત છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “કોંગ્રેસે આ તમામ મુદ્દાઓ જોવા જોઈએ, પરંતુ તેઓ આ ચાલુ રાખવા માંગે છે તો હું CM પદ છોડવા માટે તૈયાર છું”.

આ પહેલા કોંગ્રેસના કેટલાક MLAએ કહ્યું હતું કે, તેઓના નેતા કુમારસ્વામી નહિ પરંતુ કોંગ્રેસના સિધ્ધારમૈયા છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના આ નિવેદન બાદ જ કુમારસ્વામીની આ પ્રતિક્રિયા સામે અવી છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકમાં એક રાજકીય સંકટ ચાલી રહ્યું છે. આ પહેલા કુમારસ્વામી સરકારમાંથી બે નિર્દલીય MLAએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ ગઠબંધનથી નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ભાજપના સંપર્કમાં હોઈ શકે છે.