શિમલા,
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે.
બીજી બાજુ ભારે વરસાદના કારણે રાજ્યના ડોબી અને કુલ્લુ જિલ્લામાં આવેલા પૂરમાં ૧૯ લોકો ફસાયા હોવાની જાણકારી સ્થાનિક તંત્રને મળી હતી. જો કે ત્યારબાદ આ તમામ લોકોના રેસ્ક્યુ કરવા માટે ભારતીય વાયુસેનાના ચોપર હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૧૯ લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વર્ષી રહેલા ભારે વરસાદના કારણે ખાસ કરીને કુલ્લુ, ચંબા, કિન્નૌર અને લાહૌલ અને સ્પિતિ જિલ્લાના ઘણા વિસ્તારો જળમગ્ન થયા છે.
એક પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોમાંથી કોકસરમાં ૧૨૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ જ રીતે મારીમાંથી ૨૩ લોકો અને રોહતકમાંથી પણ ૨૩ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.