Not Set/ પતિ નથી કરી શકતા તેઓની પત્નીના ATM કાર્ડનો ઉપયોગ, કોર્ટે આપ્યો આ ચુકાદો, વાંચો આ ચોકાવનારો કિસ્સો

નવી દિલ્હી, આજના ટેકનોલોજી અને વ્યસ્તતા ભર્યા જીવનમાં ક્યારેક તમે પોતાના ATM કાર્ડ પિન નંબર સાથે પોતાના નજીકના કે વિશ્વાસપાત્ર વ્યક્તિને રૂપિયા આપવા માટે આપતા હોય છે. પરંતુ ક્યારેય આ કરવું યોગ્ય સાબિત નીવડે છે જયારે કેટલીક વાર તમારા માટે મોંઘુ પણ સાબિત થતું હોય છે. આ જ પ્રમાણે ATM કાર્ડ રૂપિયા કાઢવાનું બેંગલુરુની એક […]

India Trending
482813 atm7 પતિ નથી કરી શકતા તેઓની પત્નીના ATM કાર્ડનો ઉપયોગ, કોર્ટે આપ્યો આ ચુકાદો, વાંચો આ ચોકાવનારો કિસ્સો

નવી દિલ્હી,

આજના ટેકનોલોજી અને વ્યસ્તતા ભર્યા જીવનમાં ક્યારેક તમે પોતાના ATM કાર્ડ પિન નંબર સાથે પોતાના નજીકના કે વિશ્વાસપાત્ર વ્યક્તિને રૂપિયા આપવા માટે આપતા હોય છે. પરંતુ ક્યારેય આ કરવું યોગ્ય સાબિત નીવડે છે જયારે કેટલીક વાર તમારા માટે મોંઘુ પણ સાબિત થતું હોય છે.

આ જ પ્રમાણે ATM કાર્ડ રૂપિયા કાઢવાનું બેંગલુરુની એક મહિલાને અઘરું સાબિત થયું છે. એક તબક્કે આ વાત વિશ્વાસ કરવો અઘરી વાત બની શકે છે, પરંતુ આ એક સત્ય છે અને હાલમાં જ કોર્ટ દ્વારા આ અંગે નિર્ણય આપવામાં આવ્યો છે.

કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પતિ તેઓની પત્નીના ATM કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી.

હકીકતમાં, આ મામલો નવેમ્બર, ૨૦૧૩ બેંગલુરુના મારાઠલ્લી વિસ્તારનો છે. જ્યાં વંદના નામની એક મહિલાએ પોતાના પ્રેગનન્સી સમય દરમિયાન પતિ રાજેશ કુમારને પોતાનું ATM કાર્ડ અને પિન નંબર સાથે ૨૫,૦૦૦ રૂપિયા કાઢવા માટે આપ્યું હતું.

ત્યારબાદ રાજેશ કુમાર તે વિસ્તારના લોકલ SBI ATMમાં ગયા હતા, પરંતુ જયારે તેઓએ કાર્ડ સ્વાઇપ કર્યું ત્યારે રશીદ તો બહાર આવી પરંતુ રૂપિયા બહાર આવ્યા ન હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેન્કના નિયમો અનુસાર, ATM કાર્ડ નોન-ટ્રાંસફરેબલ હોય છે અને તે કાર્ડનો ઉપયોગ એકાઉન્ટ હોલ્ડર સિવાય કોઈ પણ ઉપયોગ કરવાની પરવાનગી હોતી નથી.

ATM મશીનમાંથી બહાર આવેલી રસીદમાં લખ્યું હતું કે, “પૈસા મશીનમાંથી નીકાળી લેવામાં આવ્યા છે, પરંતુ પરીસ્થિતિ કઈક વિપરીત હતી. ત્યારબાદ રાજેશે તરત જ SBI કસ્ટમર કેરમાં જાણકારી આપી હતી”.

ચોવીસ કલાક સુધી SBI બ્રાન્ચમાંથી રૂપિયા પાછા ન મળ્યા બાદ તેઓએ ફરિયાદ નોધાવી હતી, પરંતુ ત્યારે એ સમયે ઝટકો લાગ્યો ત્યારે સ્ટેટ બેંક દ્વારા કેટલાક દિવસો બાદ આ કેસને આ કહેતા બંધ કરી દીધો કે, આ ટ્રાન્જેકશન યોગ્ય છે અને ગ્રાહકોને પૈસા મળી ગયા છે.

જો કે ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોચ્યો હતો. વંદના નામની મહિલાએ આ કેસને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કંજ્યુમર ડિસ્પુટ રીડ્રેસલ ફોરમમાં પડકાર્યો હતો. આ મામલો ચાર વર્ષ સુધી એક બીજી કોર્ટમાં ચાલો રહ્યો હતો.

ચાર વર્ષ બાદ આ મામલે જયારે રાજેશ કુમારને ATMમાં લાગેલી CCTV ફૂટેજ હાંસલ થઇ હતી ત્યારે ફૂટેજમાં જોઈ શકાતું હતું કે મશીનમાંથી પૈસા નીકળી રહ્યા નથી.

ત્યારબાદ બેન્કની સમિતિએ પોતાના નિયમો અનુસાર, આ પીડિતની માંગને ફગાવી દીધી હતી કે, વંદના નામની મહિલા આ ફૂટેજમાં જોઈ શકાતી નથી. બેંક દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, ATMનો પિન શેયર કરવામાં આવ્યો જેથી કેસ બંધ.

અંતે આ મામલે ૨૯ મે, ૨૦૧૮ના રોજ કોર્ટ દ્વારા બેન્કની વાતને યોગ્ય માનતા કેસને ખતમ કર્યો હતો.

પરંતુ આ કેસની ચોકાવનારી વાત એ છે કે, ATMમાંથી કાઢવામાં આવેલી ૨૫ હજાર રૂપિયાની રકમ પાછી લેવા માટે બેંગલુરુની આ દંપતીએ સાડા ત્રણ વર્ષ સુધી કેસ લડ્યો, પરંતુ અંતે તેઓના હાથમાં નિરાશા જ લાગી હતી.