દિલ્હી,
આગામી દિવસોમાં સિનેમાઘરોમાં નેશનલ એન્થેમ ગાવાનું ફરજીયાત નહીં રહે. સુપ્રિમ કોર્ટે મંગળવારે કરેલા આદેશ પ્રમાણે, સિનેમા હોલમાં રાષ્ટ્રગાન વગાડવું ફરજીયાત નહીં રહે. સુપ્રિમ કોર્ટે પોતાના જ વચગાળાના આદેશને બદલીને જણાવ્યું હતું કે ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગાન વગાડવું ફરજીયાત નથી.
કેન્દ્ર સરકારે પણ સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન ગાવા પર પોતાના નિર્ણયને ફેરબદલ કરવાની તૈયારી બતાવતા સુપ્રિમ કોર્ટે આ પ્રમાણે આદેશ કર્યો હતો.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે શ્યામનારાયણ ચોકસીએ કરેલી જાહેરહિતની અરજી પર આપેલાં આદેશમાં દેશના દરેક સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રીય ગીત વગાડવાનું ફરજીયાત ગણાવ્યું હતું. આ દરમિયાન તમામ દર્શકોએ રાષ્ટ્રીય ગીતના સન્માનમાં ઊભા થવાના આદેશ હતા. જયારે આ મામલે માત્ર વિકલાંગને છૂટ આપવામાં આવી હતી. જો કે આ પછી સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં આ આદેશ પર ફેરવિચારણાં કરવા અપીલ કરવામાં આવી હતી.