મુંબઈ
ભારતના અબજોપતિ મુકેશ અંબાણીનું ઘર દુનિયામાં બીજા નંબરનું સૌથી મોંધુ ઘર છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન પણ નજીક આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લગ્ન બાદ ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે ૪૫૦ કરોડના દરિયા સામે સ્થિત એવા પાંચ માળના ભવ્ય બંગલામાં રહેશે.
આવનારા ડીસેમ્બર મહિનામાં ૧૨ તારીખે ઈશા અને આનંદ લગ્નના તાંતણે બંધાવાના છે.
૫૦ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ બંગલો અલ્ટમાઉન્ટ રોડ પર આવેલો છે. આંનદના પિતા અજય અને માતા સ્વાતિએ આ બંગલો તેને ગીફ્ટ કર્યો છે. આ બંગલો આંનદના પિતાએ આ બંગલો ૪૫૦ કરોડમાં હિન્દુસ્તાન યુનિવર્સલ સાથેથી ખરીદ્યો હતો.
સપ્ટેમ્બરમાં આ બંગલાના કાગળિયાં ઓફીશીયલ રીતે તેમની સાથે આવી ગયા હતા. ઇકોનોમિક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે આ બંગલાને ખરીદવા માટે મુકેશ અંબાણી પણ તત્પર હતા.
વધારે રસપ્રદ વાત તો એ છે કે જયારે આ બંગલાની હરાજી બોલાતી હતી ત્યારે અજપ પિરામલ અને મુકેશ અંબાણી આમને-સામને હતા. મુકેશ અંબાણીએ આ બંગલા માટે ૩૫૦ થી ૪૦૦ કરોડ વચ્ચેની બોલી લગાવી હતી જયારે આંનદના પિતાએ ૪૫૦ કરોડની બોલી લગાવીને બંગલો પોતાને નામ કરી દીધો હતો. મુકેશ અંબાણીને ત્યારે શું ખબર હતી કે તેઓ જે બંગલો લેવા માટે તત્પર છે તે જ બંગલામાં તેમની દીકરી રહેશે.
હાલ આ પાંચ માળના બંગલાનું રીનોવેશન ચાલી રહ્યું છે. ૨ ડીસેમ્બરના રોજ બંગલાનું વસ્તુ કરવામાં આવશે.
બંગલામાં કામ અનુસાર સર્વન્ટનો સ્ટાફ પણ તૈનાત રહેશે.