ચેન્નઈ,
ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં મોટી રેડ પાડવામાં આવી છે. આયકર વિભાગ દ્વારા ચેન્નઈમાં રોડ કોન્ટ્રાક્ટટર નાગરાજન સૈયદુરઇની કંપની એસકેજી ગ્રુપની ઓફિસો પર છાપેમારી કરવામાં આવી છે જેમાં ૧૦૦ કરોડ રૂપિયા રોકડા અને ૧૦૦ કિલો જેટલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આયકર વિભાગની આ રેડ બાદ માનવામાં આવી રહ્યું છે કે, આ અબજોની સંપત્તિ બ્લેકમની હોઈ શકે છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ કંપનીના ડાયરેક્ટર્સના AIDMKના નેતાઓ સાથે પણ નજીકના સંબંધો છે.
ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા “ઓપરેશન પાર્કિંગ મની“ના નામથી શરુ કરવામાં આવેલા ઓપરેશન હેઠળ તમિલનાડુમાં ૨૨ અલગ-અલગ જગ્યાઓ પર છાપેમારી કરવામાં આવી છે.
SKG ગ્રુપ કંપનીના ચેન્નઈ સ્થિત ૧૭, અરુપ્પુકોટ્ટાઈમાં ૪ અને કોટપાડીમાં ૧ ઓફિસ સહિત કુલ ૨૨ જગ્યાઓ પર આયકર વિભાગ દ્વારા છાપેમારી કરાઈ છે.
છાપેમાંરીમાં પકડાયેલા કેશ રૂપિયા બેગમાં ભરીને પાર્કિંગમાં રાખવામાં આવેલી કારોમાં મુકવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ આયકર વિભાગને રૂપિયાની અસામાન્ય લેન-દેનની સુચના મળી હતી. આ શંકાના ધોરણે IT દ્વારા છાપેમારી કરાઈ છે.
મહત્વનું છે કે, IT દ્વારા જે કંપની પર રેડ પાડવામાં આવી છે તે SKG ગ્રુપની કંપની વર્તમાન સમયમાં મદુરઈથી તિરુમંગલમ વચ્ચે ફોન લેન હાઇવે બનાવી રહી છે. આ પહેલા પણ ચેન્નાઈમાં જ ડિસેમ્બર, ૨૦૧૬માં આયકર વિભાગ દ્વારા ૧૦૬ કરોડ અને ૧૨૩ કિલો સોના જપ્ત કર્યું હતું.