Not Set/ જમ્મુ-કાશ્મીર : સોપોરમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ ૩ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગુરુવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોના જવાનોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જો કે આ આતંકીઓ અને જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં ૧૨ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. https://twitter.com/ANI/status/1040052718184935424 સોપોર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની મળી હતી બાતમી મળતી જાણકારી મુજબ, સુરક્ષાબળોના જવાનોને બારામુલાના […]

Top Stories India Trending
jammu kashmir જમ્મુ-કાશ્મીર : સોપોરમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ ૩ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગુરુવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોના જવાનોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જો કે આ આતંકીઓ અને જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં ૧૨ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

https://twitter.com/ANI/status/1040052718184935424

સોપોર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની મળી હતી બાતમી

મળતી જાણકારી મુજબ, સુરક્ષાબળોના જવાનોને બારામુલાના સોપોર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ગુરુવાર સવારથી જ જવાનો દ્વારા આ સમગ્ર વિસ્તારને ઘેરવામાં આવ્યો હતો અને આ દરમિયાન આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા હતા.

https://twitter.com/ANI/status/1040206990897815552

જવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા એન્કાઉન્ટર અંગે પોલીસે જણાવ્યું, “ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ છે”.

પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, આ વિસ્તારમાં આતંકીઓની છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સોપોરના આરમપોરા વિસ્તારના ચિકીપોરામાં ગુરુવાર સવારથી જ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું.

https://twitter.com/ANI/status/1040109186036711424

આ ઉપરાંત પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી કેટલાક હથિયારો, બોમ્બ તેમજ શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જયારે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ પાકિસ્તાનના અલી ઉર્ફ અથર અને જિયા ઉર રહેમાનના રૂપમાં થઇ છે”.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસની ફોરેસ્ટ ગાર્ડ ટીમ દ્વારા બુધવારથી ઝજ્જર કોટાલી પાસે નાકાબંધી કરીને વાહનોની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન વાહનોની લાઈન શામેલ એક ટ્રકમાં સવાર બે આતંકીઓએ પોલીસની ટીમ પર ફાયરિંગ કરી ત્યાંથી ગુમ થઇ ગયા હતા.