Not Set/ ઝારખંડ : પંચાયતે ગેંગરેપના આરોપીઓને ફટકારી સજા, ત્યારબાદ જે થયું તે જાણીને તમે પણ રહી જશો દંગ, વાંચો

રાંચી, ઝારખંડના ચતરા જિલ્લામાંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. એક સગીર વયની છોકરી સાથે ૫ લોકો દ્વારા જે માનવતાની હદ પાર કરવામાં આવી છે તે જાણીને તમે પણ દંગ રહી શકો છો. હકીકતમાં, ઝારખંડના ચતરા જિલ્લામાં એક સગીર વયની બાળકી પર પાંચ લોકોએ કથિત ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ તેને જીવતી સળગાવવામાં આવી […]

India
zffdff ઝારખંડ : પંચાયતે ગેંગરેપના આરોપીઓને ફટકારી સજા, ત્યારબાદ જે થયું તે જાણીને તમે પણ રહી જશો દંગ, વાંચો

રાંચી,

ઝારખંડના ચતરા જિલ્લામાંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. એક સગીર વયની છોકરી સાથે ૫ લોકો દ્વારા જે માનવતાની હદ પાર કરવામાં આવી છે તે જાણીને તમે પણ દંગ રહી શકો છો.

હકીકતમાં, ઝારખંડના ચતરા જિલ્લામાં એક સગીર વયની બાળકી પર પાંચ લોકોએ કથિત ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ તેને જીવતી સળગાવવામાં આવી છે. જો કે ત્યારબાદ આ ગેંગરેપની રેપની પીડિતાનું મોત નીપજી ચુક્યું છે. આ મામલે પોલીસ દ્વારા ૧૪ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

પંચાયતના નિર્ણય બાદ ભડકી ઉઠેલા આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી

પરંતુ આ સમગ્ર ઘટનાની હેરાન કરવાની વાત એ છે કે, આ ગેંગરેપની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને પંચાયત દ્વારા ૧૦૦ દંડ બેઠક અને દંડની ભરપાઈ કરવાની સજા ફટકારી હતી. જો કે ત્યારબાદ આ નિર્ણયથી ભડકી ઉઠેલા આ નરાધમોએ પીડિતાના પરિવારજનો સાથે મારપીટ કરી હતી અને પછી સગીર વયની છોકરીને જીવતી સળગાવી હતી.

નજીકના જંગલમાં કરવામાં આવ્યો ગેગરેપ 

આ ઘટના ચતરા જિલ્લાના રાજા તેન્દુઆ ગામની છે. પીડિતા તેના પરિવારજનો સાથે સગા સબંધીના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યારે આ આરોપીઓ આ પીડિતા છોકરીને જબરદસ્તીથી નજીકના જંગલમાં લઇ ગયા હતા અને તેની પર ગેંગરેપ કર્યો હતો.

પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જયારે અન્ય આરોપીઓ હજી સુધી ફરાર છે.

ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ આશિષ બત્રાએ જણાવ્યું, “આ મામલાની તપાસ માટે બે DSPની ટીમને મોકલવામાં આવી છે તેમજ આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે. આં ઉપરાંત ગૃહ સચિવ એસ કે જી રહાતેએ પણ ડેપ્યુટી કમિશ્નર પાસે રિપોર્ટ માંગ્યો છે.

પંચાયત દ્વારા ફટકારવામાં આવ્યો હતો દંડ

 IGP બત્રાએ જણાવ્યું હતું કે, આ મામલે રાજા તેન્દુઆ ગામની પંચાયત દ્વારા સ્થાનીય સ્તરે ઉકેલવા માટે કોશિશ કરવામાં આવી હતી અને આરોપીઓને દોષી માનતા તેઓ પર ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત આરોપીઓને ૧૦૦ દંડ બેઠક કરવા માટે પણ જણાવ્યું હતું.

જો કે ત્યારબાદ આરોપીઓનો પંચાયત અને પીડિતાના પરિવારજનો સાથે ઝગડો પણ થયો હતો. આ નરાધમોએ આ છોકરીના પરિવારજનો સાથે મારપીટ કરી હતી અને પછી સગીર વયની છોકરીને જીવતી સળગાવી હતી.