કન્નુર,
કેરળમાં રવિવારે કન્નુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અબે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનની સાથે જ કેરળ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં કુલ ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.
કન્નુર એરપોર્ટ પરથી સવારે ૧૦ વાગ્યે એર ઇન્ડિયાના વિમાને ૧૮૦ યાત્રીઓ સાથે અબુધાબીની પહેલી ઉડાન ભરી હતી. આ દરમિયાન તમામ યાત્રીઓને એરપોર્ટ ઓથોરિટી તરફથી ભેટ આપવામાં આવી હતી.
કન્નુર એરપોર્ટ પરથી સંયુક્ત આરબ એમિરેટ્સ, ઓમાન, કતાર ઉપરાંત હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈ માટે પણ ડોમેસ્ટિક ફ્લાઈટ સંચાલિત કરવામાં આવશે.
કેરળમાં આ એરપોર્ટ પહેલા તિરુવંતપુરમ, કોચ્ચિ અને કોઝિકોડમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થઇ ચુક્યા છે.