Not Set/ કર્ણાટક ઇલેકશન : બીજેપી દ્વારા જાહેર કરાયો ચૂંટણીનો ઢંઢેરો, ખેડૂતો પર કરાયો વાયદાઓનો વરસાદ

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભાની ૨૨૪ સીટ પર ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે ત્યારે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું ઘોષણાપત્ર રજુ કરવામાં આવ્યું હતું. Bengaluru: BJP's CM candidate BS Yeddyurappa, Union Minister Prakash Javadekar & other leaders […]

Top Stories India
dfff કર્ણાટક ઇલેકશન : બીજેપી દ્વારા જાહેર કરાયો ચૂંટણીનો ઢંઢેરો, ખેડૂતો પર કરાયો વાયદાઓનો વરસાદ

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભાની ૨૨૪ સીટ પર ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે ત્યારે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું ઘોષણાપત્ર રજુ કરવામાં આવ્યું હતું.

કર્ણાટકના બેંગલુરુમાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતમાં ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપના દ્વારા કર્ણાટકની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં ખેડૂતો, બીપીએલ મહિલાઓ તેમજ યુવાન છોકરાઓને લેપટોપ સહિતની અનેક સુવિધાઓ આપવાની ઘોષણા કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં કરવામાં આવેલા વાયદાઓ :

૩૦૦થી વધુ અન્નપૂર્ણા કેન્ટીન બનાવવામાં આવશે.

૪૦૦ ST બાળકોને વિદેશમાં સ્પોન્સર અભ્યાસ માટે મોકલાશે.

OBC જાતિના લોકો માટે સુવિધાઘર માટે ૭૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ

૨૪ X ૭ એન્ટી કરપ્શન હેલ્પલાઇન આપવામાં આવશે.

રાજ્યમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા પર ભાર

રાજ્યમાં હાઈવેનો વિકાસ કરવામાં આવશે

બેંગલુરૂને કચરા મુક્ત કરવામાં આવશે

તમામ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સુધી મફતમાં શિક્ષણ અપાશે.

કોલેજના વિધાથીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

નોકરી માટે ૨૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

ઘોષણાપત્રમાં ખેડૂતો પર કરવામાં આવ્યો વાયાદોનો વરસાદ

વરસાદ ન પડવાના કારણે જાહેર કરાયેલા દુષ્કાળ પ્રભાવિત ક્ષેત્રોમાં ૨૦ લાખ ખેડૂતોને ૧૦૦૦૦ રૂપિયાની મદદ.

ખેડૂતોને સિંચાઈ યોજના માટે ૧.૫ લાખ કરોડ રૂપિયા

ખેડૂતોને પંપ સેટ માટે દસ કલાક સુધી મફતમાં વીજળી

ગૌ-હત્યા રોકવા માટે કાર્યક્રમો ચલાવવામાં આવશે.

જાનવરોના કલ્યાણ માટે ૩૦૦૦ કરોડ રૂપિયા

મહિલાઓને આપવામાં આવ્યા મંગળસૂત્ર સહિતના વાયદાઓ

મહિલાઓને ૨ લાખ રૂપિયા સુધી ૧ ટકા વ્યાજના દરે લોન આપવામાં આવશે.

BPL પરિવારોની તમામ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન

૩ ગ્રામનું મંગળસૂત્ર તમામ BPL પરિવારોની મહિલાઓને તેઓના લગ્ન પર આપવામાં આવશે.

ભાગ્યલક્ષ્મી સ્કીમના ભાગરૂપે ૧ થી ૨ લાખ રૂપિયા મિડલ ક્લાસ અને નીચલી કક્ષાની મહિલાઓને આપવામાં આવશે

BPL મહિલાઓ અને યુવતીઓ માટે મફતમાં સેનેટરી નેપકિન, અન્ય મહિલાઓને માત્ર ૧ રૂપિયામાં મળશે આ સુવિધા

જિલ્લાઓના દરેક તાલુકાઓમાં રનિંગ ટ્રેક અને સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે

કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ શ્વેતપત્ર લાવવામાં આવશે

લોકાયુક્તને વધુ મજબુત બનાવાશે.

તમામ તાલુકામાં આરોગ્ય કેન્દ્રની સ્થાપના