Not Set/ કર્ણાટક : સરકારના ગઠન માટે રાજ્યપાલના આમંત્રણ બાદ કુમારસ્વામી બુધવારે લેશે CM પદના શપથ

બેંગલુરુ, છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં સરકારના ગઠનને લઇ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો શનિવારે અંત આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલા ફ્લોર ટેસ્ટમાં ફેલ થયા બાદ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે રાજ્યપાલ દ્વારા ચુંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન […]

Top Stories India
h d kumaraswamy 2 કર્ણાટક : સરકારના ગઠન માટે રાજ્યપાલના આમંત્રણ બાદ કુમારસ્વામી બુધવારે લેશે CM પદના શપથ

બેંગલુરુ,

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં સરકારના ગઠનને લઇ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો શનિવારે અંત આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલા ફ્લોર ટેસ્ટમાં ફેલ થયા બાદ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે રાજ્યપાલ દ્વારા ચુંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કુમારસ્વામી આગામી બુધવારના રોજ CM પદના શપથ લઇ શકે છે.

JD(S)ના જનરલ સેક્રેટરી દાનિશ અલીના જણાવ્યા અનુસાર, “રાજ્યપાલ વજુભાઈ વાળાએ એચ ડી કુમારસ્વામીને સરકારના ગઠન માટે આમંત્રણ આપ્યું છે અને તેઓ બુધવારના રોજ ૧૨.૩૦ વાગ્યાની આજુબાજુ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

કર્ણાટકમાં સરકારના ગઠન પહેલા કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થયેલી બેઠકમાં મંત્રીમંડળની ફાળવણીને લઇ વાતચીત થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એચ ડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદની સાથે નાણા મંત્રાલયની વધારાનું મંત્રાલય પણ સંભાળી શકે છે. જયારે કોંગ્રેસના જી પરમેશ્વરન ઉપ-મુખ્યમંત્રી બની શકે છે.

દેશના ન્યાયતંત્રએ લોકતંત્રની રક્ષા કરી છે

કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચ ડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, હું દેશની ન્યાય વ્યવસ્થાને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું જેણે લોકતંત્રની રક્ષા કરી અને અમારો સહયોગ કર્યો”.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓને કહ્યું ધન્યવાદ

કુમારસ્વામીએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતીને પણ સરકાર બનાવામાં સહયોગ આપવા માટે ધન્યવાદ પાઠવ્યા હતા.

તેઓએ વધુમાં કહ્યું કે, “ટૂંક સમયમાં જ બાકીની વસ્તુઓ પણ સ્પષ્ટ થઇ જશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશ CM ચંદ્રાબાબુ નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને માયાવતીજીએ પણ અભિનંદન પાઠવ્યા છે, તેમજ શપથ ગ્રહણ સમારોહ માટે તમામ પ્રાદેશિક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે”.

બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, આ શપથ ગ્રહણ સમારંભને આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણીની પહેલાં વિપક્ષી એકતાને એકજૂથ કરવા માટે શો બનાવાની તૈયારી છે અને વિપક્ષના તમામ નેતા તેમાં ભાગ લેવા પહોંચી શકે છે.