રાસના (કઠુઆ)
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપની ઘટનાને કારણે દેશ વધુ એકવાર શરમજનક બાબતમાં મુકાયો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને વધુ એકવાર ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની નિર્ભયાકાંડની યાદગીરી અપાવી છે.
પરંતુ આ ચકચારી ઘટના જમ્મુ-કાશ્મીરના જે ગામમાં બની હતી તે અંગે તમે અજાણ હોઈ શકો છો.
૮ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમોએ જે ગેંગરેપ કર્યો હતો તે ગામ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આવેલું છે. તે ગામનું નામ છે રાસના. કઠુઆના હિરાનગરથી ડાબી બાજુ જવા પર એક પથ્થરવાળો રસ્તો આવે છે તે રાસના ગામ બાજુ જાય છે. આ ગામમાં એક મંદિર આવેલું છે ત્યાં જ નરાધમોએ જે ગેંગરેપ કર્યો હતો. જો કે ત્યારબાદ આ મંદિર હવે બંધ પડ્યું છે.
આ ગામની આજુબાજુ એક જંગલ પણ છે, જ્યાં દિવસે મવેશીઓ ચરતા હોય છે પરંતુ રાત્રે જંગલી જાનવરો પણ આવી જતા હોય છે. આ ઘટના બાદ એક ઘર છે તે હવે ખાલી પડ્યું છે. આ ત્રણેયની આસપાસ મૃત્યુ પામેલી બાળકીની વાર્તા ઘૂમ રહી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના રિટાયર્ડ DIG મસૂદ ચૌધરીએ જણાવ્યું, કોઈ પણ આ ઘટના અને તેની ક્રુરતા અંગે વાત કરી રહ્યા નથી. આ મામલે ઝડપથી રાજનીતિ અને ધ્રુવીકરણ થઇ રહ્યું છે. ઘટના બાદ રાસના હવે ખાલી લાગી રહ્યું છે. અહીયાના હિંદુ રહેવાસીઓ પણ હવે છુપાઈ રહ્યા છે તો બીજા કોઈ જગ્યાએ પ્રદર્શન કરવા માટે બેઠા છે. જયારે બકરવાલ સમુદાય (ખાનાબદોશ મુસ્લિમ જનજાતિ) માંથી આ બાળકી આવે છે તેઓ હાલ ગામ છોડીને જઈ ચુક્યા છે. આ માસૂમ બાળકીનું પરિવારે પણ આ ઘટના બાદ ગામ છોડી દીધું છે.
આ માસૂમ બાળકીના ભૂરા રંગના નાના દરવાજાઓ પર હવે તાળા લાગ્યા છે જેની પર એક તાવીજ લટકાવવામાં આવ્યું છે. માનવામાં અઆવી રહ્યું છે કે આ તાવીજ સૌભાગ્ય માટે લટકાવવામાં આવ્યું છે. ઘરની એક અલમારી પર એક પ્રેશર કૂકર, એક ફ્લાસ્ક, બે ખાલી જગ, એક ચાનો કપ અને એક ગ્લાસ રાખવામાં આવ્યું છે.
આ ઘરમાં એક નાનો હોલ છે, જેમાં કઈ પણ છે નહીં. ઘરની બહાર પાછળની તરફ કેટલાક જુના પ્લાસ્ટિકના પગરખા રાખ્યા છે. એક સૌથી નાના પગરખાની જોડીમાં વરસાદનું પાણી ભરાયું છે, જે આ માસૂમ બાળકીના પગરખા હોઈ શકે છે.
બીજી બાજુ આ ચકચારી ઘટના બાદ અચરજની વાત એ છે કે આ ગેંગરેપના આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે. એકબાજુ હિરાનગરમાં રિટાયર્ડ રેવેન્યુ અધિકારી અને મુખ્ય આરોપી સંજી રામનો પરિવાર ન્યાય માટે ઉપવાસ કરી રહ્યો છે. તેઓની સાથે હિંદુ એકતા મંચના સભ્યો પણ શામેલ છે.
આરોપી સંજી રામની દિકરી મધુબાલાએ જણાવ્યું હતું કે, “અમે ઈચ્છી રહ્યા છીએ કે આ મામલાને CBIને ટ્રાન્સફર કરવામાં આવે જેથી જે મુખ્ય આરોપીઓ છે તેઓને સજા મળે. ઉલ્લેખનીય છે કે, મધુબાલાના પતિ હાલ સેનામાં છે અને તેઓ શ્રીનગરમાં તૈનાત છે. આ ઉપરાંત વિશાલ મુજફ્ફરનગરની એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેની પર પણ બાળકી પર રેપ કર્યા હોવાનો છે.