દિલ્લી,
શુકવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓને મહત્વની ટીપ્સ આપી હતી. આ સંવાદનું શીર્ષક “મેકિંગ એક્ઝામ ફન, ચેટ વિથ પીએમ મોદી” પર રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે પીએમ મોદીએ પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓના સવાલો અંગે જવાબો આપ્યા હતા તેમજ એક્ઝામને લઇ મહત્વની ટીપ્સ પણ આપી હતી. “મેકિંગ એક્ઝામ ફન, ચેટ વિથ પીએમ મોદી” ભાગરૂપે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે અન્ય સ્કુલોના વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓના સવાલોના જવાબ તેમજ ટીપ્સ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ફોક્સ પહેલા ડીફોક્સ કરતા શીખો તેમજ વિદ્યાર્થીઓ નંબર પાછળ ન ભાગવું જોઈએ એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર તેમજ સ્વામી વિવેકાનંદનું પણ ઉદાહરણ આપ્યું હતું.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરિક્ષાનો તણાવ દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,
ધ્યાન અંગે પીએમ મોદીએ સચિન તેંડુલકરનું ઉદાહરણ આપ્યું હતું.
ભુતકાળ બોજ બને ત્યારે વર્તમાન બગડે છે.
ભારતનું બાળક જનજાત રાજકરણી હોય છે.
પરીક્ષા અંગે કોઇ સાથે સ્પર્ધા ના કરવી જોઇએ.
માતા પિતા બાળકો માટે ઘણો ત્યાગ કરે છે.
અંદરનું ખાલી કરતા શીખો.
ફોકસ કરતા પહેલા ડીફોકસ કરતા શીખો.
કેરિયર અંગે વિચારો.
ફોક્સ કરવાથી ચહેરા પર તણાવ વધે છે.
પરીક્ષાના કેરિયર બહાર પણ દુનિયા હોય છે.
માતા પિતાના પોતાના સપના બાળકોમાં જોતા હોય.
અન્ય બાળકો સાથે પોતાના બાળકની સરખામણી ના કરવી જોઈએ.
બાળકોએ પોતાના માતાપિતા સાથે ખુલીને વાત કરવી જોઈએ.
પીએમ મોદીએ કેનેડા સ્નો બોર્ડના વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપ્યું
આત્મવિશ્વાસ નહીં હોય તો પરીક્ષામાં ભુલી જવાશે.
પોતાની શક્તિ વિશે પહેલા જાણવું જોઇએ.
તમે તમારી સાથે હરિફાઇ કર.
લોકોને તમારી સાથે હરિફાઇ માટે આવવા દો.
ધ્યાન માટે કોઇ વધારાના કામની જરૂરી નથી.
સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે “અહં બ્રિહ્માસ્મિ”.
મનમાં આત્મવિશ્વાસ હોવો જોઇએ.
આપણે દરેક પળે કસોટીની તૈયારી રાખવી જોઇએ.
સતત પ્રયત્ન કરવાથી આત્મ વિશ્વાસ વધે છે.
વિદ્યાર્થીઓ નંબર પાછળ ના ભાગે.
વિદ્યાર્થીઓ વાંચન કેન્દ્રીત કરે.
પરીક્ષા આપવા જાય ત્યારે હનુમાનજીને પૂજે છે.
સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે તમે તમારી જાતને ઓછી ના સમજો.
આત્મવિશ્વાસ વગર દેવી દેવતા કઇ ના કરી શકે.
દરેક વિદ્યાર્થીઓએ કસોટીમાંથી પસાર થવુ જોઇએ.
સફળતા માટે આત્મવિશ્વાસ જરૂરી છે.
પરીક્ષા પૂરી થાય પછી હનુમાનજીને પૂજે છે.
વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સ્વરસ્વતી માતાની પૂજા કરે છે.
આત્મવિશ્વાસની કોઇ ટેબલેટ નથી.
વિદ્યાર્થીઓ ભૂલી જાય કે હું પીએમ મોદી છું.
તમે પીએમ સાથે નહીં મિત્ર સાથે વાત કરો છો.
હું તમારો દોસ્ત છું.
શિક્ષકોના કારણે આજે પણ હું વિદ્યાર્થી છું.
હું દેશના ટેલિવિઝન માધ્યમનો આભાર માનુ છું.
તમે મારી પરીક્ષા લઇ રહ્યા છો.