Not Set/ રશિયાના તટ પર બે જહાજોમાં લાગી આગ, ૧૧ લોકોના મોત

મોસ્કો, રશિયાથી ક્રીમિયાને અલગ કરનારા કેર્ચ જલડમરૂમ મધ્યમાં બે જહાજોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ જહાજોમાં ઉપસ્થિત સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિકો હતા. આ આગ રશિયાની સીમાના તટ પાસે લાગી હતી. આ બે જહાજો પર તંજાનિયાના ધ્વજ લહેરાવી રહ્યા હતા. જેમાં એક જહાજ પ્રાકૃતિક ગેસ […]

Top Stories World Trending
રશિયાના તટ પર બે જહાજોમાં લાગી આગ, ૧૧ લોકોના મોત

મોસ્કો,

રશિયાથી ક્રીમિયાને અલગ કરનારા કેર્ચ જલડમરૂમ મધ્યમાં બે જહાજોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ જહાજોમાં ઉપસ્થિત સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિકો હતા. આ આગ રશિયાની સીમાના તટ પાસે લાગી હતી.

Dxf0O eW0AARvSY રશિયાના તટ પર બે જહાજોમાં લાગી આગ, ૧૧ લોકોના મોત
national-least-11-dead-two-ships-with-indian-sailors-on-board-catch-fire-near-russia-coast

આ બે જહાજો પર તંજાનિયાના ધ્વજ લહેરાવી રહ્યા હતા. જેમાં એક જહાજ પ્રાકૃતિક ગેસ લઈને જઈ રહ્યું હતું, જયારે બીજી ટેન્કર હતું.

રશિયાના સમુદ્રી અધિકારીઓએ જણાવ્યા અનુસાર, “આ બે જહાજોમાંથી એક માં ૧૭ સભ્યો હતા, જેમાંથી ૯ તુર્કીના અને ૮ ભારતીય હતા નાગરિક હતા. જયારે બીજા જહાજમાં ૭ તુર્કી, ૭ ભારતીય નાગરિક અને લીબિયાના એમ ઇન્ટર્ન સહિત ચાલક દળના ૧૫ સભ્યો હતા.

એજન્સીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, આ ઘટનામ ૧૧ લોકોના મોત થયા છે, જયારે ૧૨ લોકોને બચાવાયા છે અને હજી પણ ૯ લોકો લાપતા છે.