Not Set/ VIDEO : “નિરક્ષરતા કે શિક્ષણનો અભાવ” ? MPમાં સરકારના એક મંત્રી ન વાચી શક્યા ભાષણ

ભોપાલ,  આજે દેશ ૭૦મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે દેશભરમાં આ પર્વને ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના અનેક આગેવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. જો કે આ દિવસે મધ્યપ્રદેશમાંથી એક એવી ઘટના સામે આવી છે તેને જોઈ દેશ શરમ અનુભવી શકે છે. https://twitter.com/ANI/status/1089052318933401600 હકીકતમાં […]

Top Stories India Trending Videos
mp 1 VIDEO : “નિરક્ષરતા કે શિક્ષણનો અભાવ” ? MPમાં સરકારના એક મંત્રી ન વાચી શક્યા ભાષણ

ભોપાલ, 

આજે દેશ ૭૦મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે દેશભરમાં આ પર્વને ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના અનેક આગેવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે.

જો કે આ દિવસે મધ્યપ્રદેશમાંથી એક એવી ઘટના સામે આવી છે તેને જોઈ દેશ શરમ અનુભવી શકે છે.

https://twitter.com/ANI/status/1089052318933401600

હકીકતમાં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારમાં મંત્રી ઈમરતી દેવી પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ભાગ લઇ રહ્યા હતા, પરંતુ આ સમયે તેઓ પોતાનું ભાષણ પણ વાંચી શક્યા ન હતા.

જો કે આ ભાષણ ન વાંચી શક્યા બાદ તેઓએ કહ્યું હતું કે, હવે કલેકટર સાહેબ મારું ભાષણ વાંચશે.

આ શરમજનક ઘટના બાદ આ મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે, તમે દીકર`ડોક્ટરને પૂછી શકો છો, પોતે યોગ્ય છે. કલેકટરે સારી રીતે ભાસ્ગન`ભાષણ વાંચ્યું”.