ગુરદાસપુર,
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા શ્રીગણેશ કરવામાં આવી ચુક્યા છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મિશન ૨૦૧૯ માટે કમર કસી છે.
પીએમ મોદી ગુરુવારે પંજાબની મુલાકાતે છે અને તેઓ આ દરમિયાન લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીમાં ઇન્ડિયન સાઈન્સ કોલેજનું ઉદ્ઘાટન કરશે. સાથે સાથે તેઓ જલંધરમાં વિદ્યાર્થીઓ બનાવવામાં આવેલી સોલાર એનર્જીથી ચાલવાવાળી ડ્રાઈવરલેસ બસની સવારી પણ કરશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ગુરદાસપુરમાં આયોજિત કરાયેલી ભાજપ અને અકાલી દળની એક સયુંક્ત રેલીને સંબોધિત કરશે.
પીએમ મોદી આ રેલીના માધ્યમથી કરતારપુર કોરિડોર ખોલવાને લઇ, લંગુર પર GST હટાવવા અને ગુરુગ્રંથ સાહિબને વિશ્વની તમામ ભાષાઓમાં અનુવાદ કરવાને લઈ સરકાર દ્વારા કરાયેલા નિર્ણયો અંગે પોતાની વાત રજૂ કરશે.
આ સયુંક્ત રેલીને “પ્રધાનમંત્રી ધન્યવાદ રેલી”નું નામ આપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ રેલીને સંબોધિત કરવાની સાથે જ લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદી આગામી લોકસભા ચૂંટણી માટે ૨૦ રાજ્યોમાં અંદાજે ૧૦૦ રેલીઓ સંબોધવાના છે.