ઈન્ફાલ,
દેશમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી મોબ લીન્ચિંગની ઘટનાઓનો સિલસિલો હજી પણ યથાવત જ રહ્યો છે, ત્યારે હવે પૂર્વોત્તરના રાજ્ય મણિપુરના ઇમ્ફાલમાંથી વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે.
ઈમ્ફાલમાં બાઈક ચોરીની શંકામાં ૨૬ વર્ષના MBA વિદ્યાથીની ભીડ દ્વારા પીટી પીટીને હત્યા કરવમાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ દર્દનાક ઘટના ૧૩ સપ્ટેમ્બરની બતાવવામાં આવી રહી છે. ૨૬ વર્ષીય મૃતક MBA વિદ્યાથીની ઓળખ ફારુક અહેમદ ખાનના રૂપમાં થઇ છે. તે મણિપુરના થૌબલ જિલ્લાના લિલોંગ હાઓરેબી કોલેજનો MBA વિદ્યાથી હતો.
ફારુક અહેમદ ખાનના પાર ભીડે એ સમયે હુમલો કર્યો, જયારે તે થૌરોઈજામ અવાંગ લેઈકઈમાં યાત્રા કરી રહ્યો હતો. બીજી બાજુ સ્થાનિક લોકોનો આરોપ છે કે, આ યુવકોને ગામના લોકોએ બાઈક ચોરી કરતા પકડ્યો હતો.
પોલીસ દ્વારા આ મામલે ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે આ મામલે IPCની કલમ ૩૦૨, ૧૧૭ અને ૩૪ હેઠળ કેસ પણ દાખલ કર્યો છે.
બીજી બાજુ આ ઘટનાને લઈ જ્હાલમાં વિસ્તારમાં તનાવનો માહોલ છે, તે જોતા સુરક્ષાના કારણોસર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, “ધરપકડ કરવામાં આવેલા ૫ આરોપીઓમાંથી એક ઇન્ડિયા રિઝર્વ બટાલિયન (IRB)નો હવલદાર પણ શામેલ છે.
ચાર વષર્માં ૪૦ ઘટનાઓમાં થઇ ૪૫ લોકોની હત્યા
મહત્વનું છે કેમ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪ થી ૩ માર્ચ ૨૦૧૮ સુધી દેશના નવ રાજ્યોમાં મોબ લીન્ચિંગની ૪૦ ઘટનાઓમાં ૪૫ લોકોની હત્યા કરવામાં આવી છે.
આ ઘટનાઓ અંગે રાજકારણ ન રમવું જોઈએ
પ્રધાનમંત્રી મોદીએ મોબ લીન્ચિંગની ઘટનાઓને એક અપરાધ ગણાવ્યો છે. આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું, “આ પ્રકારની ઘટનાઓને એક આંકડા સાથે સીમિત રાખીને રાજકારણ રમવું એક મજાક હશે. એક થઈને આ પ્રકારની ઘટનાઓનો વિરોધ કર્યાં સિવાય ગુનો અને હિંસા જેવી ઘટનાઓનો રાજનૈતિક ફાયદો ઉઠાવવો એ એક વિકૃત માનસિકતાનો પરિચય છે.